Weather News : ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત, કયાક હળવા વરસાદી ઝાપટાની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી દૂર થઈ હોવાની વાત સામે આવી છે, ક્યાંક હળવા વરસાદી ઝાપટાની સંભાવના રહેવી છે, હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાની વાત છે, તો 2 સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા દેખાતી નથી, રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી જેટલું વધી શકે છે અને સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 34.4 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં સામાન્ય કરતા વધુ 471.1 મિમી વરસાદ વધુ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઓગસ્ટના 2 સપ્તાહ સુધી વરસાદની ગતિ ધીમી રહેશે અન ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સમાન્ય વરસાદ નોંધાવવાની આગાહી કરવામાં આવી છે, સામાન્ય વરસાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 453.8 mm વરસાદ હોય છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 250 mm વરસાદ હોય છે, આ વર્ષે સમાન્ય ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
IMDના વૈજ્ઞાનિક નરેશ કુમારની વરસાદને લઈ આગાહી
IMDના વૈજ્ઞાનિક નરેશ કુમારનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને આ કોઈ બદલાયેલી પેટર્ન નથી, ચોમાસું MP બાદ ઉત્તર ગુજરાતમાંથી પસાર થયું છે અને મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે, ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે, ગુજરાતમાં વરસાદની કોઈ અછત નથી અને આગામી એક અઠવાડિયા સુધી વરસાદ પડવાનો નથી, ઓગસ્ટમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતાં વધુ વરસાદ પડશે.
What's Your Reaction?






