Weather News : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ધીરે ધીરે વહેલી સવારે ગુલાબી ઠંડીની થઈ શરૂઆત

Oct 9, 2025 - 08:00
Weather News : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ધીરે ધીરે વહેલી સવારે ગુલાબી ઠંડીની થઈ શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે, બીજી તરફ વરસાદનું જોર ઘટતા ઠંડીની શરુઆત થશે અને મોટાભાગના જિલ્લામાં તાપમાન ઘટશે. વરસાદી સિસ્ટમો દૂર થતા ભારે વરસાદની સંભાવના નહિવત દેખાઈ રહી છે, રાજ્યમાં હવે ગુલાબી ઠંડીની થશે શરૂઆત અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટવાની થશે શરૂઆત.

સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટશે. દરિયા કાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડુ ધીમુ થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જોકે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0