Weather News: ગરમી અને ઉકળાટ બાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો

Aug 3, 2025 - 19:00
Weather News: ગરમી અને ઉકળાટ બાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવના સેવાઈ હતી. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગરમી અને ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો છે. વિરમગામ, માંડલ, હાંસલપુર, ડુમાણા, નીલકી, જુનાપાઘર, ભોજવા, કાલિયાણા, કાજીપુરા અને સોકલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થોડા સમયથી વરસાદે વિરામ લીધો હતો. માત્ર છાંટા અને ઝરમર વરસાદ વરસતો હતો. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબકતાં ઠંડક થઈ હતી. વિરમગામ, માંડલ, હાંસલપુર, ડુમાણા, નીલકી, જુનાપાઘર, ભોજવા, કાલિયાણા, કાજીપુરા અને સોકલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ સાથે આ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0