Weather News : અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી, સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે, અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 10 ઈંચ વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહી શકે છે, 20 ઓગસ્ટ સુધીમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતાઓ રહેલી છે, અરબ સાગરમાં લો પ્રેશરના કારણે 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહેલી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં 20 અને 21 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
21 ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ઘટવાની શક્યતા : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 24 ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, ગુજરાતના અમુક જિલ્લામાં 8 થી 10 ઇંચ વરસાદ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેલી છે, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે અને 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે, અંબાજી પગપાળા જતા યાત્રીઓને પણ વરસાદ નડી શકે છે. ગણેશચતુર્થીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અને પર્યુષણના સમયમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે : અંબાલાલ પટેલ
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે અને સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.
18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.
What's Your Reaction?






