Weather News: આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો, 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો
આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીના બાબાપુર, અમરેલી શહેર, વડીયા, જાફરાબાદ, ખાંભા, જૂનાગઢ,ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિતમાં વરસાદ શરૂ થયો હતો. તે ઉપરાંત બનાસકાંઠામાં ડીસામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. કપાસ અને મગફળી સહિતના પાકોને જીવતદાન મળ્યું હતું.
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧ ટકા, કચ્છમાં ૭૦ ટકા, પૂર્વ મધ્યમાં ૬૯ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
What's Your Reaction?






