Water Crisis in Rajkot: ચોમાસામાં જ જળસંકટના વાદળો, RMC એ નર્મદાના નીર માટે સરકાર પાસે માંગી મદદ

Aug 8, 2026 - 10:30
Water Crisis in Rajkot: ચોમાસામાં જ જળસંકટના વાદળો, RMC એ નર્મદાના નીર માટે સરકાર પાસે માંગી મદદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રંગબેરંગી શહેર રાજકોટમાં ચોમાસાની સિઝન વચ્ચે પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાવાના કારણે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટી રહી છે. ચોમાસું વિલંબિત થતાં જ રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

ડેમમાં માત્ર 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો

હાલની સ્થિતિએ રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં માત્ર 10 સપ્ટેમ્બર સુધી જ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડી શકે છે.

હાલમાં બંને મુખ્ય ડેમની સપાટીની વિગત

  • આજી-1 ડેમ: 22.23 ફૂટ ભરેલો છે.
  • ન્યારી-1 ડેમ: 16.20 ફૂટ ભરેલો છે.

Rajkot

રાજકોટ મનપાએ નર્મદાના નીર માટે સરકારના દ્વાર ખખડાવ્યા

ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજકોટ મનપા દ્વારા આજી-1 અને ન્યારી-1 બંને ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસું ખેંચાતા અને વરસાદી આવક ન થતાં આ જથ્થો હવે તળિયાઝાટક થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.


આ પણ વાંચો - Edible Oil Price Hike: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો ક્યારે મળશે રાહત?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0