Wadhwan ના કટુડા અને અણીન્દ્રાના ખેડૂતના બાઈક ચોરી થયાની ફરિયાદ
વઢવાણ ગ્રામ્યમાં બાઈક ચોર ટોળકી સક્રીય બની હોય તેમ તાલુકાના કટુડા અને અણીન્દ્રાથી બાઈક ચોરાયાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.કટુડા ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ પઢેરીયા ખેતી કરે છે. તા. 27મી ઓગસ્ટે બપોરે તેઓ પરીવાર સાથે ચોટીલા દર્શન કરવા ગયા હતા.જેમાં બાઈક કટુડા ગામના હાઈવે પર આવેલ હનુમાનજીના મંદિરના મેદાનમાં હેન્ડલ લોક કરીને મુકયુ હતુ. મોડી રાત્રે તેઓ ચોટીલાથી પરત આવ્યા હતા અને વરસાદ હોઈ ઘરે જતા રહ્યા હતા. જયારે તા. 28મી ઓગસ્ટે સવારે આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂ. 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ એચસી એસ.બી.કૈલા ચલાવી રહ્યા છે. બીજી તરફ વઢવાણના અણીન્દ્રા ગામે રહેતા ખેડુત સંજય હમીરભાઈ પરમારે જોરાવરનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ તા. 2જી સપ્ટેમ્બરે તેઓ બહારગામથી રાત્રે 9 કલાકે ઘરે આવ્યા હતા અને બાઈક ઘરની બહાર મુકયુ હતુ. રાતના સાડા નવ કલાકે તેઓ હાઈવે પર આવેલ હોટલે બેસવા ગયા હતા ત્યારે બાઈક પડયુ હતુ. જયારે 2 કલાક પછી પરત આવતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂ. 50 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણ ગ્રામ્યમાં બાઈક ચોર ટોળકી સક્રીય બની હોય તેમ તાલુકાના કટુડા અને અણીન્દ્રાથી બાઈક ચોરાયાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.કટુડા ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ પઢેરીયા ખેતી કરે છે. તા. 27મી ઓગસ્ટે બપોરે તેઓ પરીવાર સાથે ચોટીલા દર્શન કરવા ગયા હતા.
જેમાં બાઈક કટુડા ગામના હાઈવે પર આવેલ હનુમાનજીના મંદિરના મેદાનમાં હેન્ડલ લોક કરીને મુકયુ હતુ. મોડી રાત્રે તેઓ ચોટીલાથી પરત આવ્યા હતા અને વરસાદ હોઈ ઘરે જતા રહ્યા હતા. જયારે તા. 28મી ઓગસ્ટે સવારે આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂ. 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ એચસી એસ.બી.કૈલા ચલાવી રહ્યા છે. બીજી તરફ વઢવાણના અણીન્દ્રા ગામે રહેતા ખેડુત સંજય હમીરભાઈ પરમારે જોરાવરનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ તા. 2જી સપ્ટેમ્બરે તેઓ બહારગામથી રાત્રે 9 કલાકે ઘરે આવ્યા હતા અને બાઈક ઘરની બહાર મુકયુ હતુ. રાતના સાડા નવ કલાકે તેઓ હાઈવે પર આવેલ હોટલે બેસવા ગયા હતા ત્યારે બાઈક પડયુ હતુ. જયારે 2 કલાક પછી પરત આવતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂ. 50 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.