Visnagar: સગીરા પરના દુષ્કર્મના કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

Oct 30, 2025 - 01:30
Visnagar: સગીરા પરના દુષ્કર્મના કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સતલાસણા પાસેના ગામની સગીરાને તેના નજીકના સગાએ લલચાવી ફોસલાવી ભરૂચ મુકામે લઈ જઈ ખેતરમાં રાખી હતી,ત્યારબાદ બાજુના તબેલામાં લઈ જઈ ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું,જેની જાણ તબેલાના માલિકને થતા,તેણે આરોપીને પકડીને પોલીસને સુપ્રત કરતા,આ બાબતે સતલાસણા પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાયો હતો,જે ચાર્જશીટ થઈ વિસનગર પોક્સો કોર્ટમાં ચાલી જતા,જજ સિદ્દીકીએ સરકારી વકીલ આર.બી દરજીની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તે સારૂ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા,27 હજાર દંડ અને 3 લાખ ભોગ બનનારને હુકમ કરેલ છે.

સતલાસણા પંથકના એક ગામની સગીરાને તેના સગાએ તેણીને લલચાવી ફોસલાવી,પ્રલોભનો આપી ભરૂચ લઈ જઈ ખેતરમાં 30 દિવસ રાખી હતી,ત્યાર પછી બાજુમાં આવેલા તબેલામાં લઈ જઈ મોઢુ દબાવી ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.જેની જાણ તબેલાના માલિકને થતા તેણે પકડીને પોલીસને સુપ્રત કર્યો હતો,ત્યારબાદ સગીરાના પિતાએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ કરી વિસનગર એડિશનલ પોક્સો કોર્ટમાં મોકલી આપતા જજ સિદ્દીકીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.બી દરજીએ દલીલો અને 22 દસ્તાવેજો રજુ કર્યા હતા,તેમજ નવ સાક્ષીઓને તપાસ્યા હતા,જે ધ્યાને લઈ તેમજ સમાજમાં પોતાના જ લોકો આવા કૃત્ય કરે તેઓને કડક સજા કરવા અને કુમળીવયની દિકરીઓ ઉપર થતા જુલ્મને અટકાવવાની રજુઆત ધ્યાને લઈ પોક્સો કોર્ટે આરોપી ઠાકોર દિનેશજી કુબેરજી તેજાજીને 20 વર્ષની સખત કેદની સજા અને 27 હજાર દંડ અને ભોગ બનનાર સગીરાને ત્રણ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0