Vikas Saptah 2025 : રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી 959 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 24 વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક 'વિકાસ રથ'ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
9,254 કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા
વિકાસ સપ્તાહ દરમિયાન ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના 34 વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત 9,363થી વધુ સ્થાનિક પદાધીકારી-અધિકારીઓ અને 2.46 લાખથી વધુ નાગરીકો જોડાયા હતા. સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂપિયા 959 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂપિયા 704.95 કરોડના 4,251 કામોના લોકાર્પણ તેમજ રૂપિયા 254.14 કરોડના 4,772 કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
વિકાસ રથ સાથે જોડાયેલા કુલ 2,43,754થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના 24,533 લાભાર્થીઓને કુલ રૂ. 79.24 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ 2,43,754થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી. ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
What's Your Reaction?






