Vikas Sahay આવતીકાલે થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!

Jun 29, 2025 - 14:00
Vikas Sahay આવતીકાલે થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આવતીકાલે એટલે કે સોમવારે સેવા નિવૃત થઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બે સિનિયર આઇપીએસ ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. આવતીકાલે ગુજરાત રાજ્યને નવા નવા ડીજીપી મળશે. પરંતુ વિકાસ સહાયને રાજ્ય સરકાર એક્સટેન્શન આપી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

બે સિનિયર ઓફિસર થશે નિવૃત્ત

ગુજરાત રાજ્યમાં બે સિનિયર આઇપીએસ ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. ડીજીપી વિકાસ સહાય 30 જૂનના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. પોલીસ વડાનું સ્થાન કોણ સંભાળશે તેને લઈને હવે અટકળો તેજ થઇ રહી છે. વિકાસ સહાયને ક્યાંક એક્સટેન્શન મળે તેવી પણ ચર્ચાઓ પોલીસ બેડામાં ચાલી રહી છે.

એક્સટેન્શન બાબતે ચર્ચાઓ તેજ

રાજ્યના પોલીસવડા તરીકે વિકાસ સહાયને એક્સટેન્શન આપવા બાબતે શક્યતાઓ દેખાઇ રહી છે. અને જો એવામાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો રાજ્ય સરકારને વધુ ત્રણ મહિનાનો સમય મળી શકે છે. અને મોટાભાગે એકાદ ચહેરો એટલે કે સિનિયર આઇપીએસ ગુજરાત પોલીસમાં ડીજીપી બનવા માટે ક્લિયર થાય તેવી શક્યતા છે. રથયાત્રા સમાપ્ત થયા બાદ હવે નવા ડીજીપી બાબતે કાર્યવાહી હાથ ધરાઇ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0