Veraval : અરબી સમુદ્રમાં તોફાની વાતાવરણ, માછીમારોને મોટી નુકસાની થતી હોવાથી સહાય પેકેજની માગ

Sep 29, 2025 - 17:30
Veraval : અરબી સમુદ્રમાં તોફાની વાતાવરણ, માછીમારોને મોટી નુકસાની થતી હોવાથી સહાય પેકેજની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાની વાતાવરણ અને ખરાબ હવામાનના પગલે ફરી એકવાર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સિઝનની શરૂઆતમાં જ બીજી વાર હવામાનનું વિઘ્ન નડતાં દરિયાખેડૂ માછીમારોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.


વારંવાર વિઘ્નથી આર્થિક ફટકો

માછીમારી માટે દરિયામાં જતી એક બોટ પાછળ અંદાજે ₹5 લાખથી ₹6 લાખનો ખર્ચ કરવામાં આવતો હોય છે. જેમાં બળતણ, માછીમારોનો ખર્ચ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. જોકે, વારંવાર હવામાનની આગાહીને કારણે ફિશિંગ પર રોક લાગી જતાં ફિશિંગ ન થવાના કારણે માછીમારોને મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે. આ સીઝનમાં બીજી વાર આ પ્રકારની સ્થિતિ સર્જાતા માછીમાર સમાજ ચિંતામાં મુકાયો છે.


વેરાવળ બંદર પર બોટ લંગારવામાં મુશ્કેલી

એક તરફ કુદરતી આફત છે, ત્યારે બીજી તરફ વેરાવળ બંદર પર ફેઝ-2નું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે તોફાની હવામાન દરમિયાન ફિશિંગ બોટને સુરક્ષિત રીતે લંગારવામાં (પાર્ક કરવામાં) માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધૂરું કામ બોટની સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યું છે.


માછીમારો માટે રાહત પેકેજની માગ

વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીના પાકને નુકસાન થતાં સરકાર જે રીતે ધરતીપુત્રો (ખેડૂતો) માટે સહાય પેકેજ જાહેર કરે છે, તે જ રીતે વારંવાર હવામાનનું વિઘ્ન નડવાથી મોટી નુકસાની વેઠતા સાગરખેડુ માછીમારો માટે પણ સરકાર વહેલી તકે સહાય પેકેજ જાહેર કરે તેવી પ્રબળ માંગણી માછીમાર સંગઠનો દ્વારા કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0