Vav-Tharad News: દિવાળી પહેલા પોલીસ સક્રિય! દુધવા ગામમાંથી 64 લાખના ગેરકાયદે ફટાકડા જપ્ત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ-થરાદ પંથકમાંથી દિવાળીના તહેવાર પૂર્વે એક મોટા સમાચાર સામે આવ્યા છે. થરાદ તાલુકાના દૂધવા ગામે જિલ્લા એસઓજી પોલીસ દ્વારા અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદે રીતે સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, એસઓજી પોલીસે દૂધવા ગામમાં આવેલા એક શંકાસ્પદ રહેણાંક મકાન પર રેડ પાડી હતી. આ તપાસ દરમિયાન મકાનમાંથી અંદાજે 64 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ફટાકડાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. વસ્તીવાળા વિસ્તારમાં કે રહેણાંક મકાનમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરવાથી મોટો ખતરો સર્જાઈ શકે તેમ હતો.

પરવાનગી મામલે તપાસ અને મુદ્દામાલ જપ્ત
પોલીસે ફટાકડાના આટલા મોટા જથ્થાના સંગ્રહ માટે કોઈ વૈધ પરવાનગી કે લાયસન્સ હતું કે નહીં તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. એસઓજીની ટીમે તમામ મુદ્દામાલ પોતાના કબજે કરી લીધો છે, અને આગળની કાર્યવાહી અર્થે તેને થરાદ પોલીસ મથકે ખસેડવામાં આવ્યો છે.

ગેરકાયદે સંગ્રહ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો
દિવાળીના તહેવાર ટાણે જ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ લાલ આંખની કાર્યવાહીથી પંથકમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કે વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Vav Tharad News: ભાભર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 96.88 ટકા મતદાન નોંધાયું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

