Vav by election: સી.આર.પાટીલે ઉતારી નાખ્યો માવજી પટેલનો પાવર ?

બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ચૂક્યું છે અને ભાજપે બાજી મારી દીધી છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને 162 થયું છે. ત્યારે વાવ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જંગ જામ્યો હતો પણ આખરે ભાજપનું કમળ ખીલી ગયું છે.માવજી પટેલનો પાવર ભાજપના કાર્યકર્તાઓએ ઉતારી દીધો: સી.આર.પાટીલ આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વાવ પેટા ચૂંટણીના પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપતા વાવના મતદારોનો આભાર માન્યો છે અને કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ લોકોએ ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસે ભાજપમાંથી એક વ્યક્તિને અલગ કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો પણ કોંગ્રેસના કારનામામાં તેઓ ફાવી શક્યા નહીં. માવજી પટેલે કે જેમને ઉભો રાખ્યો હતો, તે પાવરની વાત કરતા હતા પણ ભાજપના કાર્યકર્તાઓના પાવરે તેમને ધૂળ ચાટતા કરી દીધા. આ સાથે જ સી.આર.પાટીલે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને વાવ પેટા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા. વાવ પેટા ચૂંટણીના પરિણામમાં છેલ્લી ઘડીએ ભાજપે ખેલ પાડ્યો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાની વાવ બેઠકના પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપની જીત થઈ છે, કારણ કે વાવ પેટા ચૂંટણીના પરિણામમાં ખૂબ જ મોટો ઉલટફેર છેલ્લે છેલ્લે જોવા મળ્યો છે. વાવ બેઠક મતદારોએ ભાજપનું કમળ ખીલાવ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની મોટી જીત થઈ છે. વાવમાં ભાજપના ઉમેદવારે 2,353 મતથી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે વાવમાં 21 રાઉન્ડ સુધી ભાજપ સતત પાછળ ચાલી રહ્યું હતું પણ ક્રિકેટ મેચની જેમ વાવની બેઠકમાં અંતિમ 2 રાઉન્ડમાં પરિણામનું ચિત્ર અચાનક બદલાયું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડ કરીને કોંગ્રેસ કરતા આગળ નીકળી ગયા અને આખરે જીત પર મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે વધીને 162 થઈ ગયું છે. વિધાનસભામાં હાલમાં ભાજપની 162 બેઠક, કોંગ્રેસની 12 બેઠક, અન્યની 7 બેઠક, 1 ખાલી બેઠક છે.

Vav by election: સી.આર.પાટીલે ઉતારી નાખ્યો માવજી પટેલનો પાવર ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ચૂક્યું છે અને ભાજપે બાજી મારી દીધી છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને 162 થયું છે. ત્યારે વાવ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જંગ જામ્યો હતો પણ આખરે ભાજપનું કમળ ખીલી ગયું છે.

માવજી પટેલનો પાવર ભાજપના કાર્યકર્તાઓએ ઉતારી દીધો: સી.આર.પાટીલ

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વાવ પેટા ચૂંટણીના પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપતા વાવના મતદારોનો આભાર માન્યો છે અને કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ લોકોએ ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસે ભાજપમાંથી એક વ્યક્તિને અલગ કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો પણ કોંગ્રેસના કારનામામાં તેઓ ફાવી શક્યા નહીં. માવજી પટેલે કે જેમને ઉભો રાખ્યો હતો, તે પાવરની વાત કરતા હતા પણ ભાજપના કાર્યકર્તાઓના પાવરે તેમને ધૂળ ચાટતા કરી દીધા. આ સાથે જ સી.આર.પાટીલે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને વાવ પેટા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા.

વાવ પેટા ચૂંટણીના પરિણામમાં છેલ્લી ઘડીએ ભાજપે ખેલ પાડ્યો

તમને જણાવી દઈએ કે બનાસકાંઠાની વાવ બેઠકના પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપની જીત થઈ છે, કારણ કે વાવ પેટા ચૂંટણીના પરિણામમાં ખૂબ જ મોટો ઉલટફેર છેલ્લે છેલ્લે જોવા મળ્યો છે. વાવ બેઠક મતદારોએ ભાજપનું કમળ ખીલાવ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની મોટી જીત થઈ છે. વાવમાં ભાજપના ઉમેદવારે 2,353 મતથી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે વાવમાં 21 રાઉન્ડ સુધી ભાજપ સતત પાછળ ચાલી રહ્યું હતું પણ ક્રિકેટ મેચની જેમ વાવની બેઠકમાં અંતિમ 2 રાઉન્ડમાં પરિણામનું ચિત્ર અચાનક બદલાયું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડ કરીને કોંગ્રેસ કરતા આગળ નીકળી ગયા અને આખરે જીત પર મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે વધીને 162 થઈ ગયું છે. વિધાનસભામાં હાલમાં ભાજપની 162 બેઠક, કોંગ્રેસની 12 બેઠક, અન્યની 7 બેઠક, 1 ખાલી બેઠક છે.