Vav By Election: વાવથી ચૂંટણી લડવા ભાજપમાં 50 દાવેદારોનો રાફડો...નેતા-કાર્યકરોએ માગી ટિકિટ

ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોચ્યા છે. મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણ, અસારવાના MLA દર્શનાબેન વાઘેલા અને ભાજપ પ્રવક્તા પ્રેમલ વ્યાસ આ ત્રણેય નિરીક્ષકો આજે ભાભરમાં લુહાણા સમાજની વાડી ખાતે ઉમેદવારો અંગે સેન્સ લેશે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં રાફડો ફાટ્યો છે અને 50થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપ નેતા સ્વરૂપજી ઠાકોરનું નામ પણ સામેલ છે. વાવથી ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની રાફડો ફાટ્યો છે. સેન્સ પ્રક્રિયામાં 50 લોકોએ દાવેદારી કરી છે. પેટા ચૂંટણીમાં જીતની સંભાવનાને લઇ દાવેદારો ઉમટ્યા છે. ઠાકોર સમાજમાંથી 15 આગેવાનોએ દાવેદારી કરી છે. તો ચૌધરી સમાજમાંથી 9 આગેવાનોએ દાવેદારી કરી છે. બ્રાહ્મણ સમાજમાંથી 11 આગેવાનોએ પણ દાવેદારી કરી છે. રાજપૂત સમાજના 4, ઠક્કર સમાજના 5 દાવેદારો, રબારી, પ્રજાપતિ, સુથાર સમાજમાંથી પણ દાવેદારી, જૈન સમાજમાંથી પણ આગેવાને ટિકિટ માગી છે. સ્વરૂપજી ઠાકોર, પીરાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ વાવના રાજવી ગજેન્દ્રસિહ રાણાએ અને પ્રદેશ ભાજપ મંત્રી નોકાબેન પ્રજાપતિ, પૂર્વ MLA માવજી પટેલ, નાગજી પટેલ, ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ભેમા ચૌધરીના પૌત્ર રાજનીશ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે.દાવેદારી નોંધાવનાર મહત્વના ઉમેદવારોસ્વરૂપજી ઠાકોર -હારેલ ઉમેદવાર 2022 પીરાજી ઠાકોર-વાઇસ ચેરમેન બનાસબેન્ક ગગાજી ઠાકોર કરશનજી ઠાકોર અમથુજી ઠાકોર ખેમજીભાઈ ઠાકોર માવજી પટેલ પૂર્વ mla લાલજીભાઈ પટેલ પૂર્વ ચેરમેન apmc ભાભર નાગજીભાઈ પટેલ વાવ apmc ચેરમેન અમીરામ આસલ -2022ના અપક્ષ ઉમેદવાર પીરાજી ગામોટ  ભગવાનભાઇ વ્યાસ ગજેન્દ્રસિહ રાણા-વાવ રાજવી નોકાબેન પ્રજાપતિ-પ્રદેશ મંત્રી ભાજપ રાજનીશભાઈ પટેલ-પૂર્વ મંત્રી ભેમાંભાઈ પટેલના પૌત્ર

Vav By Election: વાવથી ચૂંટણી લડવા ભાજપમાં 50 દાવેદારોનો રાફડો...નેતા-કાર્યકરોએ માગી ટિકિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે.

પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોચ્યા છે. મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણ, અસારવાના MLA દર્શનાબેન વાઘેલા અને ભાજપ પ્રવક્તા પ્રેમલ વ્યાસ આ ત્રણેય નિરીક્ષકો આજે ભાભરમાં લુહાણા સમાજની વાડી ખાતે ઉમેદવારો અંગે સેન્સ લેશે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં રાફડો ફાટ્યો છે અને 50થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપ નેતા સ્વરૂપજી ઠાકોરનું નામ પણ સામેલ છે. 

વાવથી ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની રાફડો ફાટ્યો છે. સેન્સ પ્રક્રિયામાં 50 લોકોએ દાવેદારી કરી છે. પેટા ચૂંટણીમાં જીતની સંભાવનાને લઇ દાવેદારો ઉમટ્યા છે. ઠાકોર સમાજમાંથી 15 આગેવાનોએ દાવેદારી કરી છે. તો ચૌધરી સમાજમાંથી 9 આગેવાનોએ દાવેદારી કરી છે. બ્રાહ્મણ સમાજમાંથી 11 આગેવાનોએ પણ દાવેદારી કરી છે. રાજપૂત સમાજના 4, ઠક્કર સમાજના 5 દાવેદારો, રબારી, પ્રજાપતિ, સુથાર સમાજમાંથી પણ દાવેદારી, જૈન સમાજમાંથી પણ આગેવાને ટિકિટ માગી છે. સ્વરૂપજી ઠાકોર, પીરાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ વાવના રાજવી ગજેન્દ્રસિહ રાણાએ અને પ્રદેશ ભાજપ મંત્રી નોકાબેન પ્રજાપતિ, પૂર્વ MLA માવજી પટેલ, નાગજી પટેલ, ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ભેમા ચૌધરીના પૌત્ર રાજનીશ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે.

દાવેદારી નોંધાવનાર મહત્વના ઉમેદવારો

  • સ્વરૂપજી ઠાકોર -હારેલ ઉમેદવાર 2022
  • પીરાજી ઠાકોર-વાઇસ ચેરમેન બનાસબેન્ક
  • ગગાજી ઠાકોર
  • કરશનજી ઠાકોર
  • અમથુજી ઠાકોર
  • ખેમજીભાઈ ઠાકોર
  • માવજી પટેલ પૂર્વ mla
  • લાલજીભાઈ પટેલ પૂર્વ ચેરમેન apmc ભાભર
  • નાગજીભાઈ પટેલ વાવ apmc ચેરમેન
  • અમીરામ આસલ -2022ના અપક્ષ ઉમેદવાર
  • પીરાજી ગામોટ
  •  ભગવાનભાઇ વ્યાસ
  • ગજેન્દ્રસિહ રાણા-વાવ રાજવી
  • નોકાબેન પ્રજાપતિ-પ્રદેશ મંત્રી ભાજપ
  • રાજનીશભાઈ પટેલ-પૂર્વ મંત્રી ભેમાંભાઈ પટેલના પૌત્ર