Surat હવાલા કૌંભાડમાં સૌથી મોટો ખુલાસો, 27.38 કરોડના મળ્યા ગેરકાયદેસર ટ્રાન્જેક્શન

સુરત એસઓજીએ બે દિવસ પહેલા સુરતમાંથી હવાલા કૌંભાડ ઝડપી પાડયું હતુ જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ નાણાંને લઈ રૂપિયા 27.38 કરોડના ટ્રાન્જેકશન મળ્યા છે,આ નાણાં ગુજરતમાંથી દુબઈ,ચીન,પાકિસ્તાન મોકલવામાં આવતા હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે.કરોડો રૂપિયા USDTમાં કન્વર્ટ કરી પિતા-પુત્ર મોકલતા વિદેશમાં. આરોપીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો સુરત એસઓજીએ ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હોવાની વાત સામે આવી છે.જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે,સટ્ટા બેટિંગ સાથે પણ કનેક્શન હોવાની આશંકા છે,બાંગ્લાદેશ, અફઘાનીસ્તાનમાં નાણાં મોકલ્યાનો ખુલાસો થયો છે.અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.આરોપીઓ ઠગાઈ, જુગારના નાણાં USDTમાં કન્વર્ટ કરતા હતા.બે દિવસ પહેલા સુરત એસઓજીના દરોડા સુરતના સોની ફળિયા સિંધીવાડમાં હવાલાનો મોટા રેકેટનું કનેક્શન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે હોવાનું ખુલ્યું છે. ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. આ આરોપીઓ સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી વગે કરાતા હતા. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોનાં વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરત શહેર SOGએ મકબુલ ડોક્ટર, પુત્ર કાસીફ અને માઝ નાડાને પકડી પાડ્યા છે.આરોપીઓ પાસેથી 17 લાખ રોકડ, 500 સીમકાર્ડ, વિદેશી ચલણ પણ ઝડપાયું છે. મશીન પણ મળી આવ્યું રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું આ સાથે રૂપિયા ગણવાનું મશીન અને અન્ય વસ્તુ પણ મળી આવ્યા છે. આ કારસ્તાનમાં ઝાંપા બજારનો મુર્તુઝા ફારુક શેખ પણ ખેલાડી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદનો મહેશ દેસાઈ પણ આ ખેલનો ખેલાડી હોવાનું ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  

Surat હવાલા કૌંભાડમાં સૌથી મોટો ખુલાસો, 27.38 કરોડના મળ્યા ગેરકાયદેસર ટ્રાન્જેક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત એસઓજીએ બે દિવસ પહેલા સુરતમાંથી હવાલા કૌંભાડ ઝડપી પાડયું હતુ જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ નાણાંને લઈ રૂપિયા 27.38 કરોડના ટ્રાન્જેકશન મળ્યા છે,આ નાણાં ગુજરતમાંથી દુબઈ,ચીન,પાકિસ્તાન મોકલવામાં આવતા હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે.કરોડો રૂપિયા USDTમાં કન્વર્ટ કરી પિતા-પુત્ર મોકલતા વિદેશમાં.

આરોપીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

સુરત એસઓજીએ ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હોવાની વાત સામે આવી છે.જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે,સટ્ટા બેટિંગ સાથે પણ કનેક્શન હોવાની આશંકા છે,બાંગ્લાદેશ, અફઘાનીસ્તાનમાં નાણાં મોકલ્યાનો ખુલાસો થયો છે.અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.આરોપીઓ ઠગાઈ, જુગારના નાણાં USDTમાં કન્વર્ટ કરતા હતા.


બે દિવસ પહેલા સુરત એસઓજીના દરોડા

સુરતના સોની ફળિયા સિંધીવાડમાં હવાલાનો મોટા રેકેટનું કનેક્શન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે હોવાનું ખુલ્યું છે. ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. આ આરોપીઓ સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી વગે કરાતા હતા. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોનાં વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરત શહેર SOGએ મકબુલ ડોક્ટર, પુત્ર કાસીફ અને માઝ નાડાને પકડી પાડ્યા છે.આરોપીઓ પાસેથી 17 લાખ રોકડ, 500 સીમકાર્ડ, વિદેશી ચલણ પણ ઝડપાયું છે.

મશીન પણ મળી આવ્યું રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું

આ સાથે રૂપિયા ગણવાનું મશીન અને અન્ય વસ્તુ પણ મળી આવ્યા છે. આ કારસ્તાનમાં ઝાંપા બજારનો મુર્તુઝા ફારુક શેખ પણ ખેલાડી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદનો મહેશ દેસાઈ પણ આ ખેલનો ખેલાડી હોવાનું ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.