VAV વિધાનસભા પેટા ચૂંટણી, 8 વાગે શરૂ થશે પોસ્ટલ બેલેટની મતગણતરી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી આજે સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં છે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે.- પોસ્ટલ બેલેટની સંખ્યા :- ૭૧- સર્વિસ વોટરની સંખ્યા :- ૫૯તૈયારીઓ પૂર્ણ સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. વાવ પેટા ચૂંટણીમાં કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદાન નોંધાયું હતું. સીસીટીવી સેન્ટર મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી છે. અધિકારીઓ રહ્યાં હાજર આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.આજે સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જયારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે.આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -