Vasna Barrage Damના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાયુ
સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા બીજા દિવસે 25,26, 28 નંબરના દરવાજા ખોલાયા ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદ વાસણા બેરેજ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમા છોડાઈ રહ્યું છે,વાસણા બેરેજમાંથી 2970 ક્યૂસેક પાણી છોડાયું છે જેના કારણે નદી કાંઠાના નીચાણવાળા ગામોને કરાયા છે એલર્ટ,અમદાવાદ ગ્રામ્યમાં આવતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે,અને તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારમાં ના જવા માટે સૂચના આપવામા આવી છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધી ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી અને ડેમો છલકાયા છે,વાસણા ડેમમાં ઉપરવાસના કારણે પાણીની આવક થઈ છે જેના કારણે ડેમના 3 દરવાજા ખોલી પાણીને નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે.ગઈકાલે પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીને છોડવામાં આવ્યું હતુ.જો અગામી સમયમા વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ પણ ખોલાઈ શકે છે. નદી વિસ્તારમાં ના જવા સૂચના પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે. હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. તંત્રએ કહ્યું કે, હાલ પૂરની સ્થિતી નથી. પરંતુ શહેર અને જિલ્લાના સબંધિત ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા કરાયા છે. ડેમમાંથી કુલ 1,52,294 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેમજ કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,433 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો
- વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
- બીજા દિવસે 25,26, 28 નંબરના દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદ વાસણા બેરેજ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમા છોડાઈ રહ્યું છે,વાસણા બેરેજમાંથી 2970 ક્યૂસેક પાણી છોડાયું છે જેના કારણે નદી કાંઠાના નીચાણવાળા ગામોને કરાયા છે એલર્ટ,અમદાવાદ ગ્રામ્યમાં આવતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે,અને તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારમાં ના જવા માટે સૂચના આપવામા આવી છે.
સાબરમતી નદીમાં પાણીની આવક વધી
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી અને ડેમો છલકાયા છે,વાસણા ડેમમાં ઉપરવાસના કારણે પાણીની આવક થઈ છે જેના કારણે ડેમના 3 દરવાજા ખોલી પાણીને નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે.ગઈકાલે પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીને છોડવામાં આવ્યું હતુ.જો અગામી સમયમા વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ પણ ખોલાઈ શકે છે.
નદી વિસ્તારમાં ના જવા સૂચના
પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે. હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. તંત્રએ કહ્યું કે, હાલ પૂરની સ્થિતી નથી. પરંતુ શહેર અને જિલ્લાના સબંધિત ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે.
નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા કરાયા છે. ડેમમાંથી કુલ 1,52,294 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેમજ કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,433 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.