Vapi:1 કરોડનો ફ્લેટ, મોંઘીદાટ ગાડીઓ, કરોડપતિ ચોરની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને પોલીસ હેરાન

આરોપી રોહિત સોલંકી મોંઘી અને ફેમસ હોટલમાં રહેતો હતો અને ફ્લાઈટમાં મુસાફરી કરતોઅનેક રાજ્યોમાં ચોરીની ઘટનાને આપ્યો અંજામ મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આલીશાન ફ્લેટ વાપીમાં 1 લાખ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે આરોપી વિશે વધુ તપાસ કરી તો અધિકારીઓ પણ ચોરની વૈભવી લાઈફસ્ટાઈલ વિશે જાણીને ચોંકી ગયા. પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકી મોંઘી અને ફેમસ હોટલમાં રહેતો હતો અને ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો. અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાને આપ્યો અંજામ પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકીએ અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ગત મહિને રોહિત સોલંકીએ વાપીમાં રૂપિયા 1 લાખની ચોરીને અંજામ આપ્યો હતો અને આ બાબતની ફરિયાદ મળ્યા બાદ પોલીસ ચોરને શોધવા અને તપાસમાં વ્યસ્ત થઈ ગઈ હતી. લક્ઝુરિયસ જીવન જીવવાનો છે શોખીન આ કેસમાં પોલીસે રોહિતની ધરપકડ કરી હતી. પોલીસે રોહિતની પૂછપરછ કરતાં સામે આવ્યું કે રોહિત ચોરીના પૈસાથી લક્ઝુરિયસ જીવન જીવતો હતો. આરોપી રોહિતે ચોરીની 19 ઘટનાઓને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. જેમાં વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાસમાં એક, તેલંગાણામાં બે, આંધ્રપ્રદેશમાં બે, મધ્યપ્રદેશમાં બે અને મહારાષ્ટ્રમાં એક ઘટના બની હતી. આરોપી રોહિતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ છ ચોરીઓ કર્યાની પણ કબૂલાત કરી હતી. તે ઘણા રાજ્યોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે રોહિત સોલંકીએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને અરહાન રાખ્યું હતું. મોંઘી કાર અને 1 કરોડની કિંમતનો ફ્લેટ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રોહિત સોલંકીએ મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આલીશાન ફ્લેટ લીધો હતો, જેમાં તે રહેતો હતો. આ સિવાય તે ઓડી કારમાં ડ્રાઈવિંગ કરતો હતો. વલસાડ પોલીસે જણાવ્યું હતું કે રોહિત લક્ઝરી હોટલમાં રહેતો હતો, ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો અને ચોરી કરવા માટે હોટલમાં કેબ બુક કરતો હતો. ચોરી કરતા પહેલા તે સોસાયટીઓમાં જઈને દિવસ દરમિયાન રેકી કરતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી રોહિત મુંબઈના ડાન્સ બાર અને નાઈટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે. તેને ડ્રગ્સની લત પણ છે. તે દર મહિને 1.50 લાખ રૂપિયા ખર્ચે છે.

Vapi:1 કરોડનો ફ્લેટ, મોંઘીદાટ ગાડીઓ, કરોડપતિ ચોરની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને પોલીસ હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી રોહિત સોલંકી મોંઘી અને ફેમસ હોટલમાં રહેતો હતો અને ફ્લાઈટમાં મુસાફરી કરતો
  • અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાને આપ્યો અંજામ
  • મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આલીશાન ફ્લેટ

વાપીમાં 1 લાખ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે આરોપી વિશે વધુ તપાસ કરી તો અધિકારીઓ પણ ચોરની વૈભવી લાઈફસ્ટાઈલ વિશે જાણીને ચોંકી ગયા. પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકી મોંઘી અને ફેમસ હોટલમાં રહેતો હતો અને ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો.

અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાને આપ્યો અંજામ

પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકીએ અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ગત મહિને રોહિત સોલંકીએ વાપીમાં રૂપિયા 1 લાખની ચોરીને અંજામ આપ્યો હતો અને આ બાબતની ફરિયાદ મળ્યા બાદ પોલીસ ચોરને શોધવા અને તપાસમાં વ્યસ્ત થઈ ગઈ હતી.

લક્ઝુરિયસ જીવન જીવવાનો છે શોખીન

આ કેસમાં પોલીસે રોહિતની ધરપકડ કરી હતી. પોલીસે રોહિતની પૂછપરછ કરતાં સામે આવ્યું કે રોહિત ચોરીના પૈસાથી લક્ઝુરિયસ જીવન જીવતો હતો. આરોપી રોહિતે ચોરીની 19 ઘટનાઓને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. જેમાં વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાસમાં એક, તેલંગાણામાં બે, આંધ્રપ્રદેશમાં બે, મધ્યપ્રદેશમાં બે અને મહારાષ્ટ્રમાં એક ઘટના બની હતી. આરોપી રોહિતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ છ ચોરીઓ કર્યાની પણ કબૂલાત કરી હતી. તે ઘણા રાજ્યોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે રોહિત સોલંકીએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને અરહાન રાખ્યું હતું.

મોંઘી કાર અને 1 કરોડની કિંમતનો ફ્લેટ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રોહિત સોલંકીએ મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આલીશાન ફ્લેટ લીધો હતો, જેમાં તે રહેતો હતો. આ સિવાય તે ઓડી કારમાં ડ્રાઈવિંગ કરતો હતો. વલસાડ પોલીસે જણાવ્યું હતું કે રોહિત લક્ઝરી હોટલમાં રહેતો હતો, ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો અને ચોરી કરવા માટે હોટલમાં કેબ બુક કરતો હતો. ચોરી કરતા પહેલા તે સોસાયટીઓમાં જઈને દિવસ દરમિયાન રેકી કરતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી રોહિત મુંબઈના ડાન્સ બાર અને નાઈટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે. તેને ડ્રગ્સની લત પણ છે. તે દર મહિને 1.50 લાખ રૂપિયા ખર્ચે છે.