Than તાલુકા ગ્રામ્યમાં છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

SOGની ટીમે નવાગામમાંથી પકડી પાડી થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યોપોલીસ દ્વારા બોગસ ડોકટર પાસેથી રૂ. 69,702ની દવાઓ પણ જપ્ત કરાઈ છેલ્લા 15 વર્ષથી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી સુરેન્દ્રનગર એસઓજી ટીમને થાન તાલુકાના નવાગામ ગામે રહેતો શખ્સ ડોકટર ન હોવા છતાં છેલ્લા 15 વર્ષથી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મુળ નવાગામના જ શખ્સને રૂપિયા 69,702ની દવાઓ સાથે ઝડપી લઈ થાન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અવારનવાર લોકોના ભોળપણનો લાભ લઈ તબીબી પ્રેકટીસ કરતા નકલી ડોકટરો ઝડપાય છે. હજુ થોડા સમય પહેલા જ ચોટીલાના ગુંદામાંથી બોગસ ડોકટર ઝડપાયો હતો. ત્યારે જિલ્લામાંથી વધુ એક બોગસ ડોકટર પકડાયો છે. સુરેન્દ્રનગર એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એન.એ.રાયમા, અનીરૂધ્ધસીંહ, મુનાભાઈ, રવીભાઈ સહિતનાઓને થાન તાલુકાના નવાગામ ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે મોરથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. મનીશ કપાસીયાને સાથે રાખી રેડ કરી હતી. જેમાં નવાગામના જ 62 વર્ષીય દિનેશ ઉર્ફે દામોદર હીરાદાસ રામાનુજ ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહીં. તે છેલ્લા 15 વર્ષથી તબીબી સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂ.69,702ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી રામભા રાજૈયા ચલાવી રહ્યા છે.

Than તાલુકા ગ્રામ્યમાં છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SOGની ટીમે નવાગામમાંથી પકડી પાડી થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો
  • પોલીસ દ્વારા બોગસ ડોકટર પાસેથી રૂ. 69,702ની દવાઓ પણ જપ્ત કરાઈ
  • છેલ્લા 15 વર્ષથી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી

સુરેન્દ્રનગર એસઓજી ટીમને થાન તાલુકાના નવાગામ ગામે રહેતો શખ્સ ડોકટર ન હોવા છતાં છેલ્લા 15 વર્ષથી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મુળ નવાગામના જ શખ્સને રૂપિયા 69,702ની દવાઓ સાથે ઝડપી લઈ થાન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અવારનવાર લોકોના ભોળપણનો લાભ લઈ તબીબી પ્રેકટીસ કરતા નકલી ડોકટરો ઝડપાય છે. હજુ થોડા સમય પહેલા જ ચોટીલાના ગુંદામાંથી બોગસ ડોકટર ઝડપાયો હતો. ત્યારે જિલ્લામાંથી વધુ એક બોગસ ડોકટર પકડાયો છે. સુરેન્દ્રનગર એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એન.એ.રાયમા, અનીરૂધ્ધસીંહ, મુનાભાઈ, રવીભાઈ સહિતનાઓને થાન તાલુકાના નવાગામ ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે મોરથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. મનીશ કપાસીયાને સાથે રાખી રેડ કરી હતી. જેમાં નવાગામના જ 62 વર્ષીય દિનેશ ઉર્ફે દામોદર હીરાદાસ રામાનુજ ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહીં. તે છેલ્લા 15 વર્ષથી તબીબી સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂ.69,702ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી રામભા રાજૈયા ચલાવી રહ્યા છે.