Vapi: રેલવે સ્ટેશન નજીક પ્રેમ પ્રકરણમાં હુમલો, યુવકનું મોત અને યુવતી ઘાયલ થતા સારવાર હેઠળ

Sep 16, 2025 - 14:00
Vapi: રેલવે સ્ટેશન નજીક પ્રેમ પ્રકરણમાં હુમલો, યુવકનું મોત અને યુવતી ઘાયલ થતા સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડના વાપી રેલવે સ્ટેશન નજીક આજે એક સનસનાટીપૂર્ણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં એક યુવકે તેના મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અને યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલો કરનાર યુવકને લોકોએ ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો છે.

વાપી રેલવે સ્ટેશન નજીક હત્યા

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના વાપી રેલવે સ્ટેશન પાસે બની હતી. એક યુવક અને યુવતી ત્યાં ઊભા હતા, ત્યારે અચાનક અન્ય એક યુવક ત્યાં આવ્યો હતો. ત્રણેય વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં હુમલો કરનાર યુવકે તીક્ષ્ણ હથિયાર વડે યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ બનાવ બનતાં જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ હુમલો કરનાર યુવકને પકડી પાડ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન હુમલો કરનાર યુવક પણ ઘાયલ થયો હતો.

પ્રેમ પ્રકરણમાં હુમલાનું પ્રાથમિક અનુમાન

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હુમલો કરનાર યુવકને પણ ઈજાઓ થતાં તેને પણ પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણના કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુમલો કરનાર યુવક મૃતક યુવકનો મિત્ર હતો અને તે યુવતીને પણ ઓળખતો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0