Vapi Breaking news: રેલવે સ્ટેશન પર મુસાફરો પાસે ટિકિટ માંગતો નકલી TTE ઝડપાયો

Jul 4, 2025 - 19:00
Vapi Breaking news: રેલવે સ્ટેશન પર મુસાફરો પાસે ટિકિટ માંગતો નકલી TTE ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઘણા સમયથી નકલી અધિકારીઓ અને કર્મચારીઓ પકડાવાની ઘટનાઓ સતત વધી રહી છે. નકલી કલેક્ટર, પોલીસ અધિકારી અને કોર્ટના જજ બાદ હવે નકલી વાપી રેલ્વે સ્ટેશનથી નકલી TTE ઝડપાયો છે. રેલવે પોલીસે નકલી TTEને ઝડપી પાડ્યો છે. વાપી રેલવે સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે લોકો પાસેથી નકલી TTE ટિકિટ માંગતા ઝડપાયો હતો. પોલીસે તેનું આઈકાર્ડ માંગતા પોલ ખુલી ગઈ હતી.

ભારે ભીડ વચ્ચે રેલ્વે સ્ટેશન પર ટિકિટ માંગતા પકડાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે નકલી TTEને ઝડપી પાડ્યો છે. રેલવે સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે લોકો પાસેથી ટિકિટ માંગી રહેલા TTE પર પોલીસને શંકા જતાં તેની પુછપરછ કરી હતી. ત્યાર બાદ તેનું આઈકાર્ડ માંગતા તેની પાસે નહીં હોવાથી તે ભાંગી પડ્યો હતો. જેથી પોલીસે તેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

પૂછપરછ કરતા આઈકોર્ડ ન મળતા પોલીસે ઝડપ્યો

વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે રેલવે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક TTE લોકો પાસેથી ટિકિટ માંગી રહ્યો હતો. પોલીસને આ TTE પર શંકા ગઈ હતી. જેથી તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તે નકલી હોવાનો પર્દાફાશ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં પણ એક નકલી પત્રકાર નકલી ચલણી નોટો વટાવતા પકડાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0