Vapi : પાનનો ગલ્લો ચલાવતા વેપારીનું અપહરણ, ગાંજાના કેસની ધમકી આપી હોમગાર્ડ અને GRD જવાનોએ પૈસા પડાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમના શિરે નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે, તેવા કાયદાના રક્ષકો જ લૂંટારૂ બન્યા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાપીમાં એક હોમગાર્ડ અને બે જીઆરડી જવાનોએ ભેગા મળીને એક નિર્દોષ પાનનો ગલ્લો ચલાવતા વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને હજારો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી ત્રણેય આરોપી યુનિફોર્મધારીઓની ધરપકડ કરી લીધી છે.
અપહરણ કરીને આચર્યો ખંડણીનો ખેલ
મળતી વિગતો મુજબ, વાપીમાં નાની એવી પાનની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા વેપારીને આ આરોપીઓએ નિશાન બનાવ્યો હતો. આરોપીઓ ક્રેટા કાર લઈને આવ્યા હતા અને વેપારીને કશું સમજાય તે પહેલાં જ તેનું કારમાં અપહરણ કરી ગયા હતા. કારની અંદર વેપારીને ધમકાવવામાં આવ્યો હતો કે તારી પાસે ગાંજો છે અને અમે તારા પર નાર્કોટિક્સનો મોટો કેસ કરીને તારી જિંદગી બરબાદ કરી નાખીશું. જેલના સળિયા પાછળ જવાથી બચવું હોય તો મોટી રકમ આપવી પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ડરના માર્યા ભયભીત થયેલા વેપારી પાસેથી આરોપીઓએ કટકે-કટકે કુલ 90 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસે ગુનો નોંધી કાયદાના રક્ષકોને જેલ ભેગા કર્યા
સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ હિંમત દાખવીને વલસાડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. સામાન્ય નાગરિક પાસેથી પોલીસના નામે આ રીતે અપહરણ અને ખંડણી વસૂલાતની વાત સાંભળીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્રણેયની ધરપકડ
ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ના આધારે પોલીસે ખંડણીખોર ટોળકીને ટ્રેક કરી લીધી હતી. આ તપાસમાં ખુલાસો થયો કે ગુનામાં વપરાયેલી ક્રેતા કાર સાથે એક હોમગાર્ડ જવાન અને બે જીઆરડી જવાનો સામેલ હતા. પોલીસે ત્રણેયઆરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે કે જો રક્ષકો જ આવા ગુના આચરશે તો સામાન્ય જનતા કોના ભરોસે રહેશે.
આ પણ વાંચો---- Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

