Valsadમાં કોંગ્રેસની નાદારી વચ્ચે ભાજપની 4 બેઠકો બિન હરીફ થઈ, વાંચો Story
વલસાડમાં કોંગ્રેસની નાદારી વચ્ચે મતદાન તાય તે પહેલાં જ ભાજપને ફાળે 4 બેઠકો બિન હરીફ થતા વલસાડની ચૂંટણી વધુ રસપ્રદ બની છે, ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ બન્યો છે કમલમ ખાતે બિન હરીફ ઉમેદવારોનું સ્વાગત કરાયું તેમજ આવનારા દિવસો વધુ બિન હરીફ બેઠક થશે તેવો દાવો જિલ્લા પ્રમુખે કરતા વલસાડનું રાજકારણ ગરમાયું છે. ઉમેદવારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું વલસાડ જિલ્લામાં ત્રણે નગર પાલિકામાં તમામ બેઠક ભાજપ જીતશે અને વલસાડ જિલ્લો ભાજપ મય બનવા જઈ રહ્યું છે ત્યારે વલસાડની જનતા વિકાસશીલ પાર્ટી પર ભરોસો રાખતી આવી છે અને ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર જીત મેળવશે તેવો આશાવાદ જિલ્લા પ્રમુખે વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ બિન હરીફ થયેલા ઉમેદવારોએ પણ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો અને ગત ટમમાં કરેલ કામો લઇ કોઈએ ફોર્મ ભર્યા નહી જે અમારી જીત છે. સામાન્ય ચૂંટણીનો ધમધમાટ વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પહેલાં આજે વલસાડ ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અપક્ષ સભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.આ પ્રસંગે લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી લડનાર અને જીતનાર અપક્ષ સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપની વિકાસ યાત્રાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં કોંગ્રેસની નાદારી વચ્ચે મતદાન તાય તે પહેલાં જ ભાજપને ફાળે 4 બેઠકો બિન હરીફ થતા વલસાડની ચૂંટણી વધુ રસપ્રદ બની છે, ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ બન્યો છે કમલમ ખાતે બિન હરીફ ઉમેદવારોનું સ્વાગત કરાયું તેમજ આવનારા દિવસો વધુ બિન હરીફ બેઠક થશે તેવો દાવો જિલ્લા પ્રમુખે કરતા વલસાડનું રાજકારણ ગરમાયું છે.
ઉમેદવારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું
વલસાડ જિલ્લામાં ત્રણે નગર પાલિકામાં તમામ બેઠક ભાજપ જીતશે અને વલસાડ જિલ્લો ભાજપ મય બનવા જઈ રહ્યું છે ત્યારે વલસાડની જનતા વિકાસશીલ પાર્ટી પર ભરોસો રાખતી આવી છે અને ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર જીત મેળવશે તેવો આશાવાદ જિલ્લા પ્રમુખે વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ બિન હરીફ થયેલા ઉમેદવારોએ પણ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો અને ગત ટમમાં કરેલ કામો લઇ કોઈએ ફોર્મ ભર્યા નહી જે અમારી જીત છે.
સામાન્ય ચૂંટણીનો ધમધમાટ
વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પહેલાં આજે વલસાડ ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અપક્ષ સભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.આ પ્રસંગે લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી લડનાર અને જીતનાર અપક્ષ સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપની વિકાસ યાત્રાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે.