Valsadના પારડીમાં SOGનો દરોડો: રૂ.1.17 કરોડથી વધુની નશીલી દવાઓનો જથ્થો કર્યો જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નશાના કારોબાર સામે વલસાડ SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે આવેલા બીના એપાર્ટમેન્ટમાંથી ટ્રામાડોલ, અલ્પ્રાઝોલમ અને કોડીનનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે વલસાડ SOG ની ટીમે ઓચિંતો છાપો મારીને રૂ. 1.17 કરોડથી વધુની કિંમતનો પ્રતિબંધિત નશીલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાથી પારડી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
લાયસન્સ વગર ઘરેથી ગેરકાયદેસર વેચાણ, આરોપીની ધરપકડ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પોતાના ઘરેથી જ ગેરકાયદેસર રીતે આ નશીલી દવાઓનું વેચાણ કરતો હતો. પ્રતિબંધિત અને નિયંત્રિત નશીલી દવાઓનો આટલો મોટો જથ્થો ઘરે રાખીને તેનું ગેરકાયદે વેચાણ ચલાવવામાં આવી રહ્યું હતું. આ મામલે વલસાડ SOG એ નરેન્દ્રસિંઘ પુરોહિત નામના આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે વધુ તપાસ શરૂ
વલસાડ SOG દ્વારા ઝડપાયેલા રૂ. 1.17 કરોડથી વધુના નશીલી દવાઓના જથ્થા પાછળના નેટવર્કની કડીઓ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે પહોંચાડવામાં આવતો હતો અને આ ગેરકાયદેસર કારોબારમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

