Valsad : વાપીમાં ગોદાનગરની ચાલીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ, 4 લોકો ગંભીર રીતે દાઝ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગર વાપીમાં રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાની ગંભીર ઘટના સામે આવી છે. વાપીના ગોદાનગર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા પ્રચંડ ધડાકો સંભળાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો સહિત 3 થી 4 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
પાઇપ લીકેજ બન્યું કારણ
પ્રાપ્ત માહિતી અનુસાર, રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરની પાઇપમાં અચાનક લીકેજ થયું હતું. ગેસ હવામાં પ્રસરી જતાં પળવારમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગ એટલી ઝડપથી પ્રસરી કે અંદર રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. ઘટનાને પગલે આસપાસની ચાલીઓમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને વાપીની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો--- Surendranagar : ધ્રાંગધ્રામાં દફનાવેલા બાળકની લાશ 15 દિવસે બહાર કઢાઈ, પાણીમાં ડૂબી જવાથી મોત કે હત્યા? રહસ્ય ઉકેલવા ફોરેન્સિક તપાસ શરૂ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

