Valsad Palika Election 2025: ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર આવ્યું સામે
વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર સામે આવ્યું છે. વલસાડ પાલિકાની ચૂંટણીમાં પ્રચાર અલગ જ દિશામાં જઈ રહ્યો છે, ત્યારે વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના રાત્રી દરમિયાન પોસ્ટરો ફાડવામાં આવ્યો છે. જેને લઈને પણ રાજકારણ ગરમાયું છે.ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખાથી વિધિ કરીને કોઈ નાખી ગયું હોવાના આક્ષેપ કોઈ ટીકણખોર અથવા હાર ભાળી ગયેલા લોકોએ પોસ્ટર ફાડ્યા હોવાનો પણ આક્ષેપ અપક્ષ ઉમેદવારોએ લગાવ્યા છે તો સાથે સાથે એક ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખાથી વિધિ કરીને કોઈ નાખી ગયું હોવાના પણ આક્ષેપ થયા છે. વલસાડમાં ચૂંટણી પ્રચાર જોરદાર અને જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે એજ ચૂંટણી જીતવા હવે વલસાડમાં પોસ્ટર વોર ખેલાઈ રહ્યો છે અને ચૂંટણીમાં અંશ્રદ્ધાનો માહોલ બની ગયો છે. ઉમેદવારોએ એકબીજા પર કર્યા આક્ષેપ ત્યારે વલસાડ પાલિકાની ચૂંટણીમાં પોસ્ટર ફાડવા અને અંધશ્રદ્ધા જેવી બાબતો સામે પાલિકાના વોર્ડ નંબર 7ના અપક્ષ મહિલા ઉમેદવારના પોસ્ટરો અનેક જગ્યા પરથી ફાડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય એક મહિલા સભ્ય અપક્ષ ઉમેદવારના કાર્યાલયમાં કંકુ ચોખા નાખવામાં આવતા સભ્યોએ હરીફ સભ્યો પર આક્ષેપ કર્યા છે અને ટીકણ ખોરી ચૂંટણીમાં થઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી માગ ઉઠી છે. ચૂંટણીને લઈને જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક પક્ષ પોતાનો ચૂંટણી પ્રચારનો વેગ પકડ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં 3 પાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વલસાડ જિલ્લો જે નામથી ઓળખાય છે એવી વલસાડ પાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં અપક્ષ, ભાજપ, કોંગ્રેસ ત્રણે પક્ષ ચૂંટણીમાં રેસ છે, ત્યારે 11 વોર્ડ અને 44 બેઠક માટે યોજાનારી વલસાડ પાલિકાની ચૂંટણીમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.
![Valsad Palika Election 2025: ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર આવ્યું સામે](https://epapercdn.sandesh.com/images/2025/02/09/GVSlsHcBnZANbN1Qjkbr1kaUoOHV2GhQ4ncs8jEe.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર સામે આવ્યું છે. વલસાડ પાલિકાની ચૂંટણીમાં પ્રચાર અલગ જ દિશામાં જઈ રહ્યો છે, ત્યારે વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના રાત્રી દરમિયાન પોસ્ટરો ફાડવામાં આવ્યો છે. જેને લઈને પણ રાજકારણ ગરમાયું છે.
ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખાથી વિધિ કરીને કોઈ નાખી ગયું હોવાના આક્ષેપ
કોઈ ટીકણખોર અથવા હાર ભાળી ગયેલા લોકોએ પોસ્ટર ફાડ્યા હોવાનો પણ આક્ષેપ અપક્ષ ઉમેદવારોએ લગાવ્યા છે તો સાથે સાથે એક ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખાથી વિધિ કરીને કોઈ નાખી ગયું હોવાના પણ આક્ષેપ થયા છે. વલસાડમાં ચૂંટણી પ્રચાર જોરદાર અને જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે એજ ચૂંટણી જીતવા હવે વલસાડમાં પોસ્ટર વોર ખેલાઈ રહ્યો છે અને ચૂંટણીમાં અંશ્રદ્ધાનો માહોલ બની ગયો છે.
ઉમેદવારોએ એકબીજા પર કર્યા આક્ષેપ
ત્યારે વલસાડ પાલિકાની ચૂંટણીમાં પોસ્ટર ફાડવા અને અંધશ્રદ્ધા જેવી બાબતો સામે પાલિકાના વોર્ડ નંબર 7ના અપક્ષ મહિલા ઉમેદવારના પોસ્ટરો અનેક જગ્યા પરથી ફાડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય એક મહિલા સભ્ય અપક્ષ ઉમેદવારના કાર્યાલયમાં કંકુ ચોખા નાખવામાં આવતા સભ્યોએ હરીફ સભ્યો પર આક્ષેપ કર્યા છે અને ટીકણ ખોરી ચૂંટણીમાં થઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી માગ ઉઠી છે.
ચૂંટણીને લઈને જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક પક્ષ પોતાનો ચૂંટણી પ્રચારનો વેગ પકડ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં 3 પાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વલસાડ જિલ્લો જે નામથી ઓળખાય છે એવી વલસાડ પાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં અપક્ષ, ભાજપ, કોંગ્રેસ ત્રણે પક્ષ ચૂંટણીમાં રેસ છે, ત્યારે 11 વોર્ડ અને 44 બેઠક માટે યોજાનારી વલસાડ પાલિકાની ચૂંટણીમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.