Valsad News: પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા સરકારી આયુર્વેદ હોસ્પિટલની સારવારથી ચાલતી થઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક એવા મહિલા પેશન્ટ કે જે પોતાના પગ પર ચાલી શકતા ન હતા, ત્રણથી ચાર માણસોએ ભેગા મળી પકડીને ચલાવવુ પડતુ હતું,પોતાના પગ પર ચાલી શકે તે માટે વલસાડ, નવસારી અને સુરત સહિતની અનેક ખાનગી હોસ્પિટલોના પગથિયા ઘસી નાંખ્યા અને પૈસાનું પાણી પણ કરી નાંખ્યુ છતાં કોઈ પરિણામ મળ્યુ ન હતું, એક દિવસ એમના દીકરાએ વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ જોઈ અને માતાને સારવાર અર્થે તુરંત લઈ આવી હોસ્પિટલમાં દાખલ કરી અને માત્ર પાંચ જ દિવસમાં મહિલા ચાલતી થઈ જતા જાણે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિએ ચમત્કાર સર્જયો હોય એવો સુખદ અનુભવ થયો હતો.
આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહીયાળ ગામમાં મહેંદી ફળિયા ખાતે રહેતા ૫૧ વર્ષીય રેખાબેન અશોકભાઈ પટેલ અગાઉ સુરત ખાતે સ્કૂલમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક માસથી તેઓને હાથ- પગ ખૂબ જ દુખતા હતા. સારવાર અર્થે વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલોમાં અનેકવાર સારવાર કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો આ દરમિયાન અંદાજે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થઈ ગયો હતો પરંતુ રિઝલ્ટ મળ્યુ ન હતું. આખરે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.
છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી નહોતી
દર્દી રેખાબેન પટેલ જણાવે છે કે, છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી ન હોવાથી લોકોના સહારે જેમ તેમ ચાલતી હતી, મને મનમાં એવુ થતુ હતું કે, મને આજીવન લકવો લાગી જશે. હું પથારીમાંથી ઉઠી શકીશ નહી.હું આયુર્વેદ હોસ્પિટલમાં વ્હીલચેર પર આવી હતી અને મારી સારવાર શરૂ થતા આજે હું કોઈના પણ સહારા વિના મારા પગ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાલી શકુ છું. દાદર પણ ચઢી ઉતરી શકુ છું.હોસ્પિટલના ડો.સુમિત પટેલ સહિતના તમામ સ્ટાફે ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી ખૂબ જ સરસ સુવિધા પૂરી પાડી મને સ્વસ્થ કરી એ મારા માટે એક સપના સમાન છે.જે બદલ હું રાજ્ય સરકારની સુવિધાસભર આયુર્વેદ હોસ્પિટલ અને સરકારનો આભાર વ્યક્ત કરુ છું.
આ પણ વાંચોઃ Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

