Valsad News : ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ, નાગરિકોને સતર્ક રહેવા સુચના જાહેર...

Jul 30, 2026 - 16:30
Valsad News : ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ, નાગરિકોને સતર્ક રહેવા સુચના જાહેર...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી ગંભીર આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું હરકતમાં આવી ગયું છે. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા વિશેષ વાહનો મારફતે માઇકિંગ કરીને જનતાને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આર્મી, NDRF અને કોસ્ટ ગાર્ડની ટીમો તૈનાત

કોઈપણ ઈમરજન્સી કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય આર્મી અને એનડીઆરએફ (NDRF)ની ટીમોને પૂર્વ-તૈનાત (ડિપ્લોય) કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અને નદીઓમાં પૂરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)ની ટીમોને પણ સ્ટેન્ડબાય અને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ, કંટ્રોલ રૂમ કાર્યરત

જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓ દ્વારા પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડક્વાર્ટર પર હાજર રહેવા તાકીદ કરાઈ છે. કોઈપણ હોનારત કે પાણી ભરાવાની સ્થિતિમાં ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય તે માટે તમામ સંસાધનો અને બોટ સહિતની સામગ્રી સાથે ટીમો સજ્જ થઈ ચૂકી છે.

આ પણ વાંચો : Tapi News : નેશનલ હાઈવે 53 અને સર્વિસ રોડની દયનીય સ્થિતિ, ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકોમાં રોષ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0