Valsad News : "ઓનલાઇન કામના અતિશય ભારણે લીધો શિક્ષકનો જીવ!", શિક્ષક સંગઠનો આક્રમક મૂડમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા નીલોસી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ જાદવના આપઘાત મામલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર અને આક્રોશનો માહોલ છવાયો છે. આચાર્ય શંકર જાદવે વધુ પડતા કામના ભારણથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનો સત્તાવાર સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ કરૂણ ઘટના બાદ મૃતક આચાર્યની સુસાઇડ નોટ સામે આવતાં જ શિક્ષણ જગત સહિત સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
તાલુકા પંચાયત અને મામલતદારને પાઠવાયું આવેદનપત્ર
ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે મૃતક શિક્ષકના પરિવારજનો, આસપાસના ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ શિક્ષક મહાસંઘ અને જિલ્લા શિક્ષક સંઘના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને મેદાને આવ્યા છે. આક્રોશે ભરાયેલા શિક્ષકો અને આગેવાનોએ કપરાડા તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષક સંઘે આક્ષેપ કર્યો છે કે શૈક્ષણિક કાર્ય ઉપરાંત શિક્ષકો પર લાદવામાં આવતી સતત ઓનલાઇન કામગીરી અને વહીવટી માનસિક દબાણના કારણે જ આચાર્યે પોતાનું જીવન ટૂંકાવવાની મજબૂરી ઊભી થઈ હતી.
સાથી શિક્ષકો અને પરિવારજનોની કડક કાર્યવાહીની માગ
આવેદનપત્ર આપવા પહોંચેલા શિક્ષક આગેવાનોએ સ્પષ્ટ માગ કરી છે કે શિક્ષકો પરથી બિનશૈક્ષણિક અને ઓનલાઇન કામગીરીનું ભારણ તાત્કાલિક ધોરણે ઘટાડવામાં આવે. સાથે જ આચાર્યને આપઘાત કરવા મજબૂર કરનાર તમામ જવાબદારો સામે કડકમાં કડક ન્યાયિક અને દંડાત્મક પગલાં લેવામાં આવે. સાથી શિક્ષકો અને પરિવારજનોએ મૃતક આચાર્યને ન્યાય અપાવવા માટે બુલંદ પોકાર કર્યો છે અને જો વહેલી તકે સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો : Ankleshwar GIDCના યોગી એસ્ટેટમાં આવેલી 'પપ્પુ પ્રોવિઝન સ્ટોર્સ'માં અચાનક SOG ત્રાટકી, નશાના કાળા કારોબારનો પર્દાફાશ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

