Valsad News: ઉમરગામ પાલિકાના 'કિંગ' કોણ? પ્રમુખ પદ માટે ગૌરવ કોન્ટ્રાક્ટરનું નામ નિશ્ચિત, જાણો શું છે રાજકીય ગણિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકામાં ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદના તાજ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પાલિકાના નવા સુકાની કોણ બનશે તે અંગે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, પરંતુ વર્તમાનમાં એક નામ સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે.
બિનહરીફ વિજેતા ગૌરવ કોન્ટ્રાક્ટરની દાવેદારી મજબૂત
ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ પદ માટે ગૌરવ કોન્ટ્રાક્ટરનું નામ હાલમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગૌરવ કોન્ટ્રાક્ટર પાલિકાના વોર્ડ નંબર 2 માંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમની બિનહરીફ પસંદગી જ તેમની મજબૂત પકડ અને લોકપ્રિયતાનો પુરાવો આપે છે, જેને કારણે પ્રદેશ નેતાગીરી પણ તેમના નામ પર મહોર મારે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પક્ષમાં લોબિંગ શરૂ
બીજી તરફ, પાલિકાના અન્ય સિનિયર સભ્યો અને તેમના સમર્થકો પણ પોતપોતાની રીતે રજૂઆતો કરી રહ્યા છે. જોકે, ગૌરવ કોન્ટ્રાક્ટરનું નામ રેસમાં સૌથી આગળ હોવાથી અન્ય દાવેદારોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર રીતે પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો - Valsad News: વાપી GIDC બ્રિજ પર ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, હવામાં લટક્યું ટેન્કર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

