Valsad Crime News : વાપીમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયેલા કેસમાં મોટો ખુલાસો, આરોપી મેહુલ દમણ પાલિકાના પૂર્વ સભ્યની હત્યાનો ગુનેગાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુંબઈ એરપોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સમાં આ આરોપીના કનેક્શનની શંકા એટીએસને સેવાઈ રહી છે, વાપીના 2 શખ્સો 20 કરોડના ડ્રગ્સ સાથે અગાઉ ઝડપ્યા હતા, ગુજરાત ATSએ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. મુંબઈથી પકડાયેલા ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની તપાસમાં ડ્રગ્સ ઉત્પાદન સામે આવ્યું છે અને ગુજરાત એટીએસે ફરાર બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વલસાડના વાપીમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતુ
ગુજરાત ATSએ વલસાડના વાપીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી અને 2 આરોપીઓ પાસેથી મેફેડ્રોનનો જથ્થો પકડ્યો છે, દમણ પોલીસની મદદથી ફેક્ટરી પકડી પાડી હોવાની વાત સામે આવી છે, વાપીમાં મેફેડ્રોન ડ્રગ્સનું સ્ટોરેજ હતું અને 30 કરોડનું 6 કિલો ડ્રગ્સ કબ્જે કર્યુ છે, 300 કિલો રો મટીરીયલ કબ્જે કર્યુ છે જેમાંથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતુ, આ કેસમાં મોહન પાલીવાલની ધરપકડ કરાઈ છે અને 2 આરોપી ફરાર થયા છે, બંગ્લામાં 3-4 મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન ચાલતુ હતુ.
મુંબઈમાં ડ્રગ્સ વેચવાનું પ્લાનિંગ હતું : ગુજરાત ATS
ગુજરાત એટીએસનું વધુમાં કહેવું છે કે, આ કેસનો માસ્ટર માઈન્ડ મેહુલ ઠાકુર છે અને વિવેક બલવિન્દર રાય કેમિસ્ટ છે, મોહન NCBના બે ગુનામાં પકડાયો છે અને મોહન પેરોલ પર બહાર આવ્યો છે, દમણમાં બામણપુરા સર્કલ પાસે ફાર્મ હાઉસ છે. વાપી ખાતે ઝડપાયેલ ડ્રગ્સ દમણ ખાતેથી બનીને આવતું હતું અને વાપી ખાતે રો મટીરીયલને પેક કરવામાં આવતું હતું, વાપીના ચલા ખાતે આવેલ બંગલામાં ચાલતી હતી મીની ફેક્ટરી, ઝડપાયેલ આરોપી વર્ષ 2021માં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટએ વલસાડમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી.
What's Your Reaction?






