Valsad : 1 વર્ષ પહેલાં મૃત્યું પામેલી બહેને જ જ્યારે ભાઇને રાખડી બાંધી અને સર્જાઇ ભાવુક પળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે ભાઈ-બહેનના પ્રેમ અને સંકળાયેલા સંબંધોનો તહેવાર રક્ષાબંધન છે. આજે વલસાડમાં માનવતાની અને હ્રદયસ્પર્શી લાગણીઓથી ભરેલી એક અનોખી ઘટનાએ તમામનું દિલ જીતી લીધું છે. આ ઘટનામાં એવા એક હાથની વાત છે જેણે એક ભાઇને 1 વર્ષ પહેલા રાખડી બાંધી હતી પણ આજે એ જ હાથે ફરીથી ભાઇને રાખડી બાંધી હતી.
રિયાનું એક વર્ષ પહેલાં એક અચાનક દુર્ઘટનામાં નિધન
વલસાડની રહેવાસી રિયાનું એક વર્ષ પહેલાં એક અચાનક દુર્ઘટનામાં નિધન થઈ ગયું હતું. આ દુ:ખદ પળે પણ રિયાના પરિવારે એક અત્યંત બહાદુર અને માનવતાભર્યું નિર્ણય લીધો – અંગદાન કરવાનો. રિયાનો હાથ મુંબઈની રહેવાસી અનામતા અહમદ, એક મુસ્લિમ યુવતીને આપવામા આવ્યો. અનામતાનો હાથ વીજપ્રવાહના કારણે કપાઈ ગયો હતો, અને રિયાનો હાથ તેને નવી જિંદગી લઇ આવ્યો.
અનામતાનો પરિવાર મુંબઇથી વલસાડ પહોંચ્યો
આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે અનામતાનો પરિવાર મુંબઇથી વલસાડ પહોંચ્યો હતો. રિયાના પરિવાર માટે આ પળ અત્યંત ભાવુક અને અદભૂત હતી. જ્યાં શિવમ, રિયાનો ભાઈ, પોતે પોતાની દિકરી સમાન બની ગયેલી અનામતાને તેમનાં પૂર્વ બહેનના દાનમાં અપાયેલ હાથે રાખડી બાંધી રહ્યો હતો.
રીયાએ ગયા વર્ષે શિવમને રાખડી બાંધી હતી
તે જ હાથે, જેના દ્વારા રીયાએ ગયા વર્ષે શિવમને રાખડી બાંધી હતી, આજે અનામતાએ એ જ શિવમને રાખડી બાંધી હતી.
ધર્મની દિવાલો તૂટી
આ બનાવ ધર્મની દિવાલોને તોડી મૂકે છે. એક હિંદુ પરિવાર અને એક મુસ્લિમ પરિવાર – બંને એકબીજાને દુઃખમાં અને લાગણીઓમાં સાંભળે છે. અંગદાન માત્ર શરીરનો નહિ, પણ સંબંધોનો પુનર્જન્મ પણ બની શકે છે, એ સાચી રીતે આ પ્રસંગે સાબિત થયું.
એકજ હાથ, બે બહેનો – એકતાનું પ્રતિબિંબ
રીયાના પરિવારે જ્યારે જોયું કે એ જ હાથ, જેને રિયા દર વર્ષે શિવમના હાથ પર રાખડી બાંધતી હતી, આજે અનામતા એ હાથથી એ જ કાર્ય કરી રહી છે તો આખું વાતાવરણ ભાવુકતા થી ભીંજાઈ ગયું. એ જાણે રીયા આજ પણ તેમના વચ્ચે જીવંત છે, એવી લાગણી દરેકના હ્રદયમાં ઊભી થઈ.
What's Your Reaction?






