Valsad : ગાંધીવાડીમાં યુવકનો ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ

Sep 20, 2026 - 06:30
Valsad : ગાંધીવાડીમાં યુવકનો ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉમરગામ : ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં

એક પરપ્રાંતીય યુવકે પોતાના ગળા પર છરી ફેરવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ

હતી. મળતી માહિતી મુજબ ગાંધાવાડીના ગોકુલધામ પાસે, અયપ્પા મંદિરની બાજુમાં રહેતા સોનુ કુમાર અશોક પ્રસાદ કુશવાહ (ઉ.વ. 32)એ શનિવારે બપોરે આશરે બાર વાગ્યે અચાનક પોતાના ગળા પર છરી ફેરવી દીધી હતી. તેથી તેના ગળા પર ગંભીર ઈજા થવા સાથે યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક ઉમરગામની સરકારી

હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ્ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકે આ પગલું શા

માટે ભર્યું તે અંગે વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી છે.

.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0