Valsad : ઈતિહાસમાં પહેલીવાર લાગ્યો 'ગુજસીટોક', નીલ્યા ઘોડા સહિત 6 દારૂ માફિયા સામે કસાયો સકંજો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ચલાવતા કુખ્યાત 6 બુટલેગરો સામે કડક 'ગુજસીટોક' કાયદા હેઠળ ગુનો નોંધીને ગુનેગારોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે.
આ ગેંગ દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી
પોલીસ તપાસમાં દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી અને કરોડોના હવાલા તથા નાણાકીય વ્યવહારો કરતી એક મોટો સિન્ડિકેટ ખુલ્લી પડી છે.
દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા હતા
આ નેટવર્કમાં દમણના લિસ્ટેડ અને કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો, કિરણ ઉર્ફે છનીયો અને ભાવેશ ઉર્ફે ભાવેશ દલવાડા સામેલ છે. જ્યારે તેઓની સાથે મિલીભગત રચીને દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા સુરત ગ્રામ્યના સોહન ઉર્ફે સની, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરસોતમ પટેલને સિન્ડિકેટ મેમ્બર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરાયા
આ 6 આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહીને દમણથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો ઘુસાડવા, અંદરોઅંદર પૈસાની આપ-લે કરવા અને કાળા નાણાંના વ્યવહારો ચલાવવામાં સક્રિય હતા. પોલીસે આ ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરી દીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા સમગ્ર ગેરકાયદે દારૂ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

