Valsadમાં ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો હોબાળો, પોલીસે હાથ ધરી તપાસ
વલસાડમાં ભૂમાફિયાની દાદાગીરી સામે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. ચણવઈ ગામ ખાતે મોડી રાતે ગામ લોકોમાં માટી માફિયાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ હોબાળો મચાવતા વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.માટી માફિયા બેફામમાટી માફિયા બેફામ બની રહ્યા છે. ચણવઈ ગામના ગ્રામજનો માટી માફિયા સામે રોષે ભરાયા. ગામમાં આવેલ તળાવ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે. માટી માફિયા દ્વારા મોડી રાત્રે તળાવમાંથી ધીરે ધીરે પાણી કાઢતાં હોવાની જાણ થતાં ગ્રામજનો રોષે ભરાયા અને સ્થળ પર પંહોચ્યા. ગ્રામજનોએ માટી માફિયાને રોકવા પ્રયાસ કર્યો તો તેઓ દાદાગીરી કરવા લાગ્યા.માટી માફિયા અને ગ્રામજનો વચ્ચે તળાવમાંથી પાણી કાઢવા મામલે તકરાર થઈ. બંને પક્ષ વચ્ચે મોટી માથાકૂટ થયાની ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસને સ્થળ પર પંહોચી હતી. ગ્રામજનો રોષે ભરાયાસમગ્ર મામલાની ગ્રામજનોને પૂછપરછ કરી. ગ્રામજનોએ પોલીસને ફરિયાદ કરી કે છેલ્લા ત્રણ દિવસથી તળાવમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે. દરમ્યાન આજે મોડી રાત્રે તળાવમાંથી પાણી કઢાતું હોવાનું માલૂમ પડતાં અમે બધા ભેગા થયા. માટી માફિયા બેફામ બની તળાવ ઉલેચી રહ્યા છે. જેથી તળાવ ખાલી થઈ જાય અને તેની અંદર રહેલ રેતીની તેઓ સરળતાથી ચોરી કરી શકે. આ મામલે ગ્રામજનોએ સરપંચને પણ ફરિયાદ કરી હોવાની પોલીસને જણાવ્યું. સરપંચ પર આક્ષેપપરંતુ સરપંચ દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાયા. ગામના લોકોને શંકા છે કે માટી માફિયાઓ સાથે મળી સરપંચ દ્રારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. આથી ગ્રામજનોએ માટિમાફિયા અને સરપંચની મિલિભગત હોવાનો આક્ષેપ કર્યો. આ ઉપરાંત ગ્રામજનોએ પોલીસને એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓ સરપંચને માટિ માફિયાને રોકવાની ફરિયાદ કરી ત્યારે તેમને ધમકી આપવામાં આવી. ખાણ ખનીજ વિભાગએ કામ અટકાવ્યું છતાં સરપંચ અને ભૂ માફિયાઓએ કાયદો ભૂલી ફરી તળાવ ખાલી કરતા વિવાદ થયો. તંત્રનું કડક વલણરાજ્યમાં ઘણા સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા રેત ખનન રોકવા ભૂમાફિયાને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. માટી માફિયા સામે સરકાર કામીગીરી કરી રહી હોવાનો વિશ્વાસ થતાં હવે લોકો ખુલીને ફરિયાદ કરવા લાગ્યા છે. ગેરકાયદે રીતે જમીનો પર કબ્જો તેમજ રેત ખનને લઈને ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પણ કડક કાર્યવાહી કરતુ થયુ છે. કાયદો અમલમાં મૂક્યા બાદ અત્યાર સુધી 100થી વધુ અરજીઓ જિલ્લા કલેક્ટરને મળી છે. હાલમાં વલસાડમાં તળાવ ખાલી કરનારા માટી માફિયા સામે કામગીરી થાય તેને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. આ હોબાળાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં ભૂમાફિયાની દાદાગીરી સામે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. ચણવઈ ગામ ખાતે મોડી રાતે ગામ લોકોમાં માટી માફિયાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ હોબાળો મચાવતા વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
માટી માફિયા બેફામ
માટી માફિયા બેફામ બની રહ્યા છે. ચણવઈ ગામના ગ્રામજનો માટી માફિયા સામે રોષે ભરાયા. ગામમાં આવેલ તળાવ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે. માટી માફિયા દ્વારા મોડી રાત્રે તળાવમાંથી ધીરે ધીરે પાણી કાઢતાં હોવાની જાણ થતાં ગ્રામજનો રોષે ભરાયા અને સ્થળ પર પંહોચ્યા. ગ્રામજનોએ માટી માફિયાને રોકવા પ્રયાસ કર્યો તો તેઓ દાદાગીરી કરવા લાગ્યા.માટી માફિયા અને ગ્રામજનો વચ્ચે તળાવમાંથી પાણી કાઢવા મામલે તકરાર થઈ. બંને પક્ષ વચ્ચે મોટી માથાકૂટ થયાની ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસને સ્થળ પર પંહોચી હતી.
ગ્રામજનો રોષે ભરાયા
સમગ્ર મામલાની ગ્રામજનોને પૂછપરછ કરી. ગ્રામજનોએ પોલીસને ફરિયાદ કરી કે છેલ્લા ત્રણ દિવસથી તળાવમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે. દરમ્યાન આજે મોડી રાત્રે તળાવમાંથી પાણી કઢાતું હોવાનું માલૂમ પડતાં અમે બધા ભેગા થયા. માટી માફિયા બેફામ બની તળાવ ઉલેચી રહ્યા છે. જેથી તળાવ ખાલી થઈ જાય અને તેની અંદર રહેલ રેતીની તેઓ સરળતાથી ચોરી કરી શકે. આ મામલે ગ્રામજનોએ સરપંચને પણ ફરિયાદ કરી હોવાની પોલીસને જણાવ્યું.
સરપંચ પર આક્ષેપ
પરંતુ સરપંચ દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાયા. ગામના લોકોને શંકા છે કે માટી માફિયાઓ સાથે મળી સરપંચ દ્રારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. આથી ગ્રામજનોએ માટિમાફિયા અને સરપંચની મિલિભગત હોવાનો આક્ષેપ કર્યો. આ ઉપરાંત ગ્રામજનોએ પોલીસને એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓ સરપંચને માટિ માફિયાને રોકવાની ફરિયાદ કરી ત્યારે તેમને ધમકી આપવામાં આવી. ખાણ ખનીજ વિભાગએ કામ અટકાવ્યું છતાં સરપંચ અને ભૂ માફિયાઓએ કાયદો ભૂલી ફરી તળાવ ખાલી કરતા વિવાદ થયો.
તંત્રનું કડક વલણ
રાજ્યમાં ઘણા સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા રેત ખનન રોકવા ભૂમાફિયાને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. માટી માફિયા સામે સરકાર કામીગીરી કરી રહી હોવાનો વિશ્વાસ થતાં હવે લોકો ખુલીને ફરિયાદ કરવા લાગ્યા છે. ગેરકાયદે રીતે જમીનો પર કબ્જો તેમજ રેત ખનને લઈને ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પણ કડક કાર્યવાહી કરતુ થયુ છે. કાયદો અમલમાં મૂક્યા બાદ અત્યાર સુધી 100થી વધુ અરજીઓ જિલ્લા કલેક્ટરને મળી છે. હાલમાં વલસાડમાં તળાવ ખાલી કરનારા માટી માફિયા સામે કામગીરી થાય તેને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. આ હોબાળાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.