Valsadમાં નદીઓના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા, સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી
વલસાડ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નદીઓ-નાળા છલકતા ડેમોમાં પણ થઈ નવા નીરની આવક નર્મદા ડેમની જળ સપાટીમાં થયો સતત વધારો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડની વાંકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને વાંકી નદીના પાણી વલસાડ શહેરની અબ્રામાની સોસાયટીમાં ઘૂસયા હતા સોસાયટીમાં નદીના પાણી ઘુસતા લોકોએ પોતાનો ઘરવખરીનો સામાન બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા.તો વહેલી સવારથી સોસાયટીમાં ઘુસેલા પાણી હજુ પણ એ જ સ્થિતિમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બાઈકચાલકનો થયો બચાવ કેટલાક ઘરોમાં બીમાર વૃદ્ધાઓ પણ જોવા મળ્યા હતા લોકો વહેલી સવારથી ખાધા પીધા વગર પોતાના ઘરોની અંદર બેસી રહ્યા હતા ત્યારે વહીવટી તંત્ર કે નગરપાલિકા તરફથી કોઈપણ પ્રકારની મદદ ન પહોંચતા લોકોએ પાલિકા અને નેતા ઉપર રોષ ઠાલાવ્યો હતો.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાંકી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા વલસાડથી પાનેરા -અતુલ ગામને જોડતો સ્ટેટ હાઇવે બંધ થયો.જોકે સ્ટેટ હાઇવે પરથી પસાર થતા બાઈક ચાલક ફસાઈ ગયો હતો જેને સ્થાનિકો એ બીજે છેડે થી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી વાંકી નદીના પાણી વસિયર નજીક સોસાયટી, હોટેલ, રિસોર્ટ તેમજ વીજ વિભાગની કચેરી ઘુસ્યા હતા વાંકી નદી બે કાંઠે વહેતા તેના પાણી રસ્તા ભરાયા હતા,વલસાડમાં આજ વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે,ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે.ઔરંગા નદીના પાણીએ સ્થાનિકોની ચિંતા વધારી છે,15 દિવસ બાદ ફરી વલસાડમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.હાલ એનડીઆરએફની ટીમ પણ વલસાડ પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં ઉપરવાસ અને શહેરી વિસ્તારોમાં ફરી મેઘરાજાએ ધમરોળી નાંખતાં પાણી પાણી થઇ ગયા હતા. ગામડાઓમાં નદીનાળા ઉભરાતાં અવરજવર બંધ થઇ ગઇ હતી. ધરમપુરમાં સવારે મૂશળધાર વરસાદથી નગરમાં મુખ્યમાર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વલસાડ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
- નદીઓ-નાળા છલકતા ડેમોમાં પણ થઈ નવા નીરની આવક
- નર્મદા ડેમની જળ સપાટીમાં થયો સતત વધારો
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડની વાંકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને વાંકી નદીના પાણી વલસાડ શહેરની અબ્રામાની સોસાયટીમાં ઘૂસયા હતા સોસાયટીમાં નદીના પાણી ઘુસતા લોકોએ પોતાનો ઘરવખરીનો સામાન બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા.તો વહેલી સવારથી સોસાયટીમાં ઘુસેલા પાણી હજુ પણ એ જ સ્થિતિમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
બાઈકચાલકનો થયો બચાવ
કેટલાક ઘરોમાં બીમાર વૃદ્ધાઓ પણ જોવા મળ્યા હતા લોકો વહેલી સવારથી ખાધા પીધા વગર પોતાના ઘરોની અંદર બેસી રહ્યા હતા ત્યારે વહીવટી તંત્ર કે નગરપાલિકા તરફથી કોઈપણ પ્રકારની મદદ ન પહોંચતા લોકોએ પાલિકા અને નેતા ઉપર રોષ ઠાલાવ્યો હતો.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાંકી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા વલસાડથી પાનેરા -અતુલ ગામને જોડતો સ્ટેટ હાઇવે બંધ થયો.જોકે સ્ટેટ હાઇવે પરથી પસાર થતા બાઈક ચાલક ફસાઈ ગયો હતો જેને સ્થાનિકો એ બીજે છેડે થી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.
લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી
વાંકી નદીના પાણી વસિયર નજીક સોસાયટી, હોટેલ, રિસોર્ટ તેમજ વીજ વિભાગની કચેરી ઘુસ્યા હતા વાંકી નદી બે કાંઠે વહેતા તેના પાણી રસ્તા ભરાયા હતા,વલસાડમાં આજ વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે,ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે.ઔરંગા નદીના પાણીએ સ્થાનિકોની ચિંતા વધારી છે,15 દિવસ બાદ ફરી વલસાડમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.હાલ એનડીઆરએફની ટીમ પણ વલસાડ પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ
દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં ઉપરવાસ અને શહેરી વિસ્તારોમાં ફરી મેઘરાજાએ ધમરોળી નાંખતાં પાણી પાણી થઇ ગયા હતા. ગામડાઓમાં નદીનાળા ઉભરાતાં અવરજવર બંધ થઇ ગઇ હતી. ધરમપુરમાં સવારે મૂશળધાર વરસાદથી નગરમાં મુખ્યમાર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા.