Valsadના પારડીમાં ITI નજીક એક ટ્રકમાં લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

Oct 19, 2025 - 18:00
Valsadના પારડીમાં ITI નજીક એક ટ્રકમાં લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં આજે એક મોટી ઘટના બનવા પામી હતી. જ્યારે પારડી ITI નજીક ઊભેલા એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોત-જોતામાં ટ્રકનો મોટો ભાગ લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્રકના કેબિન વિસ્તારમાંથી આગની શરૂઆત થઈ હોવાની શક્યતા છે. જે ધીમે ધીમે ફેલાઈ ગઈ હતી.

ટ્રકમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ

દિવસના સમયમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર ફાઈટરના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યોૃ

સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ટ્રક ચાલક અને આસપાસના લોકો સુરક્ષિત છે. જોકે આગના કારણે ટ્રકને મોટંર નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હતી. પારડી ITI નજીક ટ્રકમાં લાગેલી આગની આ ઘટનાએ શોર્ટ સર્કિટની ગંભીરતા અને વાહનોના યોગ્ય મેઈન્ટેનન્સની જરૂરિયાત ફરી એકવાર રેખાંકિત કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0