Valsadના દાંતી ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા, ગામમાં પ્રોટેક્શન વોલનું કામ અધુરું રહ્યું

Jun 28, 2025 - 13:00
Valsadના દાંતી ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા, ગામમાં પ્રોટેક્શન વોલનું કામ અધુરું રહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ દાંતી ગામે પ્રોટેકશન વોલના અભાવે નષ્ટ થવાના આરા પર છે, અધૂરા કામોં પૂર્ણ કરવા ગામ લોકો માગ કરી રહ્યાં છે, વર્ષોથી દરિયાઈ તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંતી ગામમાં પ્રોટેકશન વોલ તો બનાવાઈ પરંતુ કામ અધુરું રહેતા ચોમાસા દરમિયાન દરિયાના પાણી ગામમાં ઘુસી ગયા છે.

ગામમાં ઘૂસ્યા દરિયાના પાણી

ગામમાં દરિયાના પાણી ઘુસ્તા ગામ નષ્ટ થવાને આરે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય, મંત્રીઓ અને સાંસદ સભ્યની રજૂઆતને લઇ 35 કરોડના ખર્ચે નવી 1500 મીટરની પ્રોટકેશન વોલનું કામ ચાલુ છે જેમાં વધુ 300 મીટરની પ્રોટેકશન વોલનું અધૂરું કામ ને લઇ દરિયો ગામમાં ઘુસી રહ્યો છે, જેને લઇ બનેલી પ્રોટેકશન પણ ધોવાઈ શકે છે જેથી અધૂરું કામ પૂર્ણ થાય ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે.

પ્રોટેકશન વોલ અધૂરી રહેતા ગામમાં પાણી ઘૂસ્યા

વલસાડ તાલુકાનું દાંતી ગામ વર્ષોથી દર વર્ષે ચોમાસામાં દરિયાના મહાકાય મોજા ગામને નષ્ટ કરતા જાય છે અને નુકસાન પોહચાડતા જાય છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોમાં સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલ તેમજ નાણા મંત્રી કનું દેસાઈની રજૂઆતને પગલે સરકાર દ્વારા 35 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી 1200 મીટર લાંબી દરિયાની પ્રોટેક્સન વોલની મંજૂરી આપી છે, જેનું કામ ચાલી રહ્યું છે પરંતુ જે મુખ્યત્વે દરિયાનું પાણી ગામમાં ઘૂસે છે.

નવી પ્રોટેકશન વોલ બનાવવા કરી છે અરજી

300 મીટર જેટલા પ્રોટેકશન વોલના અધૂરા કામ ને લઈને ગામ દરિયા ગરકાવ થવાની ભીતિ સર્જાઈ રહી છે, જૂની પ્રોટેક્શન વોલનું ધોવાણ થતા સ્થાનિકો દ્વારા નવી પ્રોટકેશન વોલ માટે રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા ગામ પર ખતરો મંડરાઈ રહ્યો છે, ગામના 2 ભાગ થઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે, દરિયો આગળ આવશે તો 2000થી વધુ લોકોને અસર થશે, અગાઉના વર્ષોમાં ઘણા પરિવારો ગામ છોડી જતા રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા જલ્દીથી જલ્દી પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવે તેવી કરાઈ રહી છે માંગ, દર વર્ષે સર્જાતી સમસ્યાના કારણે ગ્રામજનોમાં રોષ લાગણી જોકે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય એ પણ જણાવ્યું કે 300 મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઇ ગયું છે જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0