Vallabh vidyangar : બોરિયાવીમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓ વિફરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોરીયાવી શહેરમાં ગાંધીચોક, મોઢ ફળીયું, રામદેવ ચોક, સુથાર ફળીયુ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા વકરી છે. વારંવાર અને વખતો વખત પાલિકાતંત્રના સત્તાધિશોને રજુઆત કરવા છતા રહીશોની વિટંબણા તેઓના બહેરા કાને સંભળાતી નથી. પીવાના પાણીની મુશ્કેલીથી રહીશોને દૈનિક પ્રક્રિયા ખોરવાઇ છે. આ મુદ્દે ગુરૂવારે મહિલાઓએ નગરપાલિકામાં પહોંચી જઇને પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. તેમ છતા નગરપાલિકાની એસી ચેમ્બરમાં શહેરીજનોના ટેક્ષના નાણામાંથી સુવિદ્યાઓ ભોગવતા સત્તાધિશો અને ચીફ ઓફિસરે મહિલાઓની રજુઆતને સાંભળી નહોતી નઠોર અને નઘરોળ તંત્રના જાડી ચામડીના કહેવાતા સત્તાધિશોએ પાણીની સમસ્યા ઉકેલવા મુદ્દે સરેઆમ નિષ્ફળ નિવડયા છે. પ્રજાની સમસ્યાનો ઉકેલ ન લાવતા તંત્ર સામે સખ્ત રાહે કાર્યવાહી કરવાની માંગ પ્રવર્તી છે. તેમજ મહિલાઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલવાના સ્થાને કર્મચારીઓ ડોલો લઇને પાણી ભરી જજો તેવો ઉડાઉ અને ઉદ્ધત જવાબ આપી તુમાખીથી વર્તતા હોય તેઓ સામે પણ મહિલાઓમાં રોષ વધુ વ્યાપ્યો છે. વિકસિત શહેરની થતી સુફીયાની વાતો વચ્ચે હજુ ચોમાસુ વિધીવર્ત રીતે પૂર્ણ થયું નથી. ત્યાં જ પીવાના પાણીની પોકાર પડી છે. ચૂંટાયેલા નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારો પણ મહિલાઓથી મોં સંતાડી રહ્યા હોવાનો ઘાટ ઘડાયો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. લેખિત અને મૌખિક રજુઆત કરવા છતા તેઓની મુશ્કેલીનો અંત આવતો નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

