Vadodara:હરણી વિસ્તારમાં રાત્રે પાંચ કલાક વીજળી ડૂલ થતાં નાગરિકો મુશ્કેલીમાં

Jun 3, 2025 - 04:00
Vadodara:હરણી વિસ્તારમાં રાત્રે પાંચ કલાક વીજળી ડૂલ થતાં નાગરિકો મુશ્કેલીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના હરણી વિસ્તારમાં રવિવારે મધરાતે પાંચ કલાક સુધી વીજળી ડૂલ થતાં પાંચ હજાર જેટલા વીજ ગ્રાહકોને અંધારપટ સહન કરવો પડયો હતો. જેટકોના સમા સબસ્ટેશન ખાતેથી હરણી વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ દ્વારા વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે. ચેતક બ્રિજ વિસ્તારમાં રાત્રે એકાએક કેબલ કપાઇ જવા પામ્યો હતો.જેના પગલે પોણા એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી વીજળી ડૂલ રહી હતી.

શહેરમાં વરસાદ કે વાવાઝોડા વિના જ એકાએક કેબલ કપાઇ જવાની ઘટના સામે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અસહ્ય ગરમીમાં વીજગ્રાહકો પરેશાન થયા હતા. બીજી તરફ કારેલીબાગ સબડિવિઝન કચેરી ખાતે ઉશ્કેરાયેલા ગ્રાહકોના ટોળાં ઊમટી પડયા હતા.સ્થાનિક કર્મચારી અને એન્જિનિયર સમક્ષ ઉગ્ર રોષ ગ્રાહકોએ ઠાલવ્યો હતો. વીજ કંપનીને કેબલ કપાયો હોવાની જાણ થઇ હતી. જોકે ખરેખર ક્યાં કેબલ કપાયો છે તે શોધવામાં સમય ગયો હતો. કેબલવાન દ્વારા તપાસ કરાવવામાં આવતા ચેતકબ્રિજ પાસે કેબલ તૂટયો હોવાનું બહાર આવ્યું હતું. ધ્યાન ફીડરમાં મુશ્કેલી ઉભી થતાવૈકલ્પિક વીજળી આપવા માટે વીજ કંપની દ્વારા સુરમ્ય ફીડર ઉપર લોડ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આરએમયુના લોડ 200 ઉપરથી 300 સેટ કરવા પડયા હતા. આમ છતાં લોડ વધી જતાં ત્રીજી જલારામ ફીડરની લાઇનમાંથી વૈકલ્પિક લોડ લેવા પગલાં લેવાયા હતા. જલારામ ફીડરની લાઇનમાં લોડ લેવા માટે કેબલ જોડવામાં જ તંત્રને અડધો કલાક ઉપરાંત સમય ગયો હતો.આ અગાઉ ત્રણ કલાક કેબલ શોધવા તથા વૈકલ્પિક પગલાં લેવામાં થયા હતા. આમ વહેલી સવારે પાંચ વાગે આ વિસ્તારમાં પુનઃ વીજપુરવઠો શરૂ થયો હતો.

આ અગાઉ કારેલીબાગ સબ ડિવિઝનની કચેરી ખાતે નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. બીજી તરફ વૈકલ્પિક કાર્યવાહી થતી હતી ત્યારે પણ લોકો વીજ કંપનીના એન્જિનિયર અને સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને કેવી રીતે વીજ કર્મચારીઓ કટોકટીમાં કાર્ય કરે છે તે પણ નિહાળ્યું હતું.વિશ્વામિત્રી ઇસ્ટ ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.એન.શાહે જણાવ્યું હતુંકે, કેબલ તૂટી જવાની ઘટના બાદ સ્થળ શોધવા કેબલ વાનનો ઉપયોગ કરાયો હતો. વૈકલ્પિક ફીડર પરથી વીજળી આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રાત્રે 12-46 વાગે વીજળી બંધ થઇ હતી અને સવારે પાંચ વાગે પુનઃ ચાલુ થઇ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0