Vadodara:રિદ્ધિ-સિદ્ધિનાં દેવની ભક્તિમાં શહેરના ભક્તો મગ્ન

Aug 28, 2025 - 04:30
Vadodara:રિદ્ધિ-સિદ્ધિનાં દેવની ભક્તિમાં શહેરના ભક્તો મગ્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બ્રહ્માંડનાયક ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણશે. એ પૂર્વે શહનાઇના સૂર, ઢોલ-નગારા, નાસિક બેન્ડ અને ડી.જે.ના તાલે નીકળેલી આગમન યાત્રાઓએ ઉત્સવ નગરીને ભક્તિના રંગેરંગી દીધી હતી. લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીને શણગારેલી પાલખીમાં બિરાજમાન કરાવી શાસ્ત્રોક્ત પરંપરા મુજબ દરબાર હોલમાં બિરાજમાન કરાવાયા હતા.

શહેરમાં ગાયકવાડી શાસનકાળથી દર વર્ષે ધાર્મિક-શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની શાનદાર-જાનદાર ઉજવણીનો દોર ઉત્તરોત્તર વધતો જાય છે. શહેરના રાજમાર્ગો ગણપતિબાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા, બાપ્પા મોરિયા રે, મોરિયા રે બાપ્પા મોરિયાના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયા હતા. ગણેશ ચતુર્થીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પ્રસ્થાન થતી શ્રીજીની આગમાન યાત્રાઓમાં અજુગતા ફિલ્મી ગીતો સાથે યૌવનધન નૃત્ય કરતું હતું. જે સંદર્ભે સાંસદે નારાજગી વ્યક્ત કરી કહ્યું હતું કે શ્રીજીની આગમન યાત્રા જાણે ડી.જે.પાર્ટી હોય એવો માહોલ સર્જવો સનાતન ધર્મની સંસ્કૃતિ-સંસ્કાર-સભ્યતાને અનુરૂપ નથી. શહેરના ગણેશોત્સવના પંડાલોમાં શ્રીજીના દર્શાનાર્થે પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી. જેને પગલે શહેરભરમાં ઉત્સવના આનંદ સાથે મેળાવડા જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને શહેરના દાંડિયા બજાર માણેકરાવનો અખાડો(જુમ્માદાદા વ્યાયામ મંદિર)માં શ્રીજીની મૂર્તિને છેલ્લા 125 વર્ષથી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપન કરાય છે. બુધવારે ગણેશ ચતુર્થીએ સાંસદ ડો.હેમાંગ જોષીએ મંત્રોચ્ચાર સાથે શ્રીજીની મૂર્તિની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. શ્રીજીની મૂર્તિને શણગારેલી પાલખીમાં બિરાજમાન કરાવી શહનાઇ વાદન, ઢોલ-નગારા સાથે પારંપારિક પરિધાન ધારણ કરેલા ભક્તોએ પેલેસમાં લઇ જઇ પધરામણી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે કાશીના પંડિતોએ પસંદ કરેલી શ્રીજીની મૂર્તિના આકાર-પ્રકાર-વજન વાળી મૂર્તિને ખેરના લાકડામાંથી બનાવેલા પાટલા પર બિરાજમાન કરાવાઇ હતી. બુધવારે સવારે ફુલબજારમાં ભક્તો દુર્વા, લાલ જાસુદ, આસોપાલવના તોરણ સહિતના ફુલોનો હાર-શણગાર લેવા ઉમટયા હતા. શહેરના કેટલાક યુવક મંડળોએ શ્રીજીની આગમનયાત્રામાં પારંપારિક સફેદ પહેરણ સાથે માથે ગાંધીટોપી પહેરી શિસ્તબદ્ધ જોડાયા હતા. જ્યારે, બહેનો ભારતીય પરંપરાગત સાડીઓ-ઘરેણાં પરિધાન કરી શ્રીજીની આગમનયાત્રામાં ગરબે ઘુમી હતી.

પંડાલોની ભવ્યતાએ રાજમહેલની આભા સર્જી

શહેરના ગણેશોત્સવમાં મોટા મંડળો દ્વારા રજવાડી પંડાલો તૈયાર કરાયા છે. જે સાથે શ્રીજીને સિંહાસન પર બિરાજમાન કરાવી રજવાડાની યાદ અપાવી છે. ગોત્રી વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની સફળતા સાથે સૈન્યના જાંબાજ જવાનોનો પ્લોટ તૈયાર કર્યો છે.

રેલવે સ્ટેશન ખાતે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરાઇ

દાંડિયાબજાર પ્રકાશ યુવક મંડળે સિદ્ધિવિનાયક, બગીખાના-રાજસ્થંભ સોસાયટીમાં સિંહાસન પર બિરાજમાન શ્રીજી, લાલબાગ ચા રાજા, દગડુ શેઠ, બાળ ગણેશ સહિત દેવી-દેવતાઓના સ્વરૂપે શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. વડોદરા રેલવે સ્ટેશને કુલી ભાઇઓએ 25 માં વર્ષે શ્રીજીની મૂર્તિની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી હતી. જેમાં, રેલવેના કર્મચારીઓ-અધિકારીઓ-મુસાફરો પણ જોડાયા હતા.

ધર્મ સાથે રાષ્ટ્ર પ્રેમના દર્શન તાદ્રશ્ય

બાળ ગંગાધર તિલકે દેશની સ્વતંત્રતા માટે ગણેશોત્સવને લોકોત્સવ બનાવી દેશના નાગરિકોને એકત્રિત કર્યા હતા. જે પરંપરા મુજબ દરવર્ષે ગણેશોત્સવને લોકોત્સવ તરીકે ઉજવવા ઉપરાંત ધર્મ સાથે રાષ્ટ્રપ્રેમના દર્શનનો દોર જારી રાખવામાં આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0