Vadodaraમાં વિદ્યુત સહાયકની પરીક્ષાના ઉમેદવારોએ MGVCLની કચેરીએ નોંધાવ્યો વિરાધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોગરાના અલકાપુરી એમજીવીસીએલની કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષા આપનારા હજારો ઉમેદવારોનો રોષ ફાટી નિકળ્યો હતો. રોષે ભરાયેલા હજારો ઉમેદવારોએ એમજીવીસીએલની કચેરીએ પહોંચીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. રોષે ભરાયેલા ઉમેદવારોએ એમજીવીસીએલની કચેરીએ જઈને સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 2025માં લેવામાં આવેલી વિદ્યુત સહાયકની પરીક્ષા 3000 જેટલા ઉમેદવારોએ આપી હતી.
ગુજરાતના વિવિધ જિલ્લાઓના ઉમેદવારો MGVCLની કચેરીએ પહોંચ્યા
પરીક્ષાનું પરિણામ આવતા 3000 ઉમેદવારોમાંથી 600 ઉમેદવારો પાસ થયા હતા. મળતી માહિતી મુજબ પાસ થયેલા ઉમેદવારોની પણ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે આ વિરોધમાં પાસ થયેલા ઉમેદવારોએ પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ વિરોધમાં માત્ર વડોદરાના જ ઉમેદવારો નહોતા. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ઉમેદવારો એકઠ્ઠા થઈને આ વિરોધ પ્રદરશન કરવા એમજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા.
હજારોની સંખ્યામાં ઉમેદવારોએ કરાવ્યું હતુ રજીસ્ટ્રેશન
ઉમેદવારોને સમર્થન આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ પણ પોતાની હાજરી આપી હતી. કોગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉમેદવારોની સાથે મળીને વિરોધ કરતા ઉમેદવારોની માંગને એમજીવીસીએલ સમક્ષ રજૂ કરી હતી. વિદ્યુત સહાયકની ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ ઉપરાંત પરીક્ષામાં પાસ થયા બાદપણ ઉમેદવારોની ભરતી કરવામાં નથી આવી રહી તેવો આક્ષેપ કરાયો હતો.
What's Your Reaction?






