Vadodaraમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજો રહેશે બંધ, ઇન્ટરસિટી ટ્રેન રદ

વડોદરામાં જળબંબાકારની સ્થિતિ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા સ્કુલ-કોલેજો બંધવરસાદના પાણીમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી ઉતારી વડોદરામાં ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું હતુ. આ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તંત્ર એક્શનમાં આવી ગયું છે. તંત્રએ 25 જુલાઇ, ગુરૂવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. જોકે ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ વરસાદને કારણે વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયું છે. ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 જુલાઇના રોજ રદ્દ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનની ઓફિસ પાણી ઘુસ્યુ વડોદરામાં ભારે વરસાદને પગલે પ્રથમ વખત ડિવિઝનની ઓફિસમાં પાણી ઘુસી ગયું હતું. DRM ઓફિસ સંકુલમાં પાણી ફરી વળતા કર્મચારીઓ હેરાન પરેશાન થયા હતા. ઉલ્લેખનિય છેકે DRMની ઓફિસમાં આ પ્રથમ વખત છે જ્યારે પાણી ઘુસ્યું હોય. DRM ઓફિસ ઉપરાંત કોમર્શિયલ વિભાગની મુખ્ય ઓફિસોમાં પાણી ભરાતા કામગીરીને અસર થઇ હતી. સિનિયર CDM, DCM, ACM સહિતની ઓફિસોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદે કોર્પોરેશનની ખોલી પોલ વડોદરામાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં મજૂર વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મજુરવર્ગના લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરબાર છોડીને પરિવાર સાથે અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે. એક જ દિવસમાં વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે. આ ઉપરાંત વાહનો બગડી જતાં લોકોએ ડીવાઈડર પર તેમજ રસ્તાની બાજુમાં મૂકીને જવા મજબૂર થયા હતા. એમ્બ્યુલન્સ-પોલીસવાન અટવાઇ વડોદરામાં ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં રસ્તા જળ બંબાકાર થયો છે. આ વરસાદથી પોલીસ પણ બચી શહી ન હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા પોલીસ વાન અટવાઈ હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ આનાથી અછુતી રહી શકી ન હતી. કેડ સમા પાણીમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ઉતારી હતી. પોલીસ દ્વારા પાણીમાં ચાલીને જઈ રહેલા લોકોને ટ્રેકટરમાં બેસાડીને બહાર લઈ જવાયા હતા.

Vadodaraમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજો રહેશે બંધ, ઇન્ટરસિટી ટ્રેન રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં જળબંબાકારની સ્થિતિ
  • પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા સ્કુલ-કોલેજો બંધ
  • વરસાદના પાણીમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી ઉતારી

વડોદરામાં ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું હતુ. આ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તંત્ર એક્શનમાં આવી ગયું છે. તંત્રએ 25 જુલાઇ, ગુરૂવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. જોકે ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.

વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ

વરસાદને કારણે વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયું છે. ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 જુલાઇના રોજ રદ્દ કરવામાં આવી છે.

વડોદરા ડિવિઝનની ઓફિસ પાણી ઘુસ્યુ

વડોદરામાં ભારે વરસાદને પગલે પ્રથમ વખત ડિવિઝનની ઓફિસમાં પાણી ઘુસી ગયું હતું. DRM ઓફિસ સંકુલમાં પાણી ફરી વળતા કર્મચારીઓ હેરાન પરેશાન થયા હતા. ઉલ્લેખનિય છેકે DRMની ઓફિસમાં આ પ્રથમ વખત છે જ્યારે પાણી ઘુસ્યું હોય. DRM ઓફિસ ઉપરાંત કોમર્શિયલ વિભાગની મુખ્ય ઓફિસોમાં પાણી ભરાતા કામગીરીને અસર થઇ હતી. સિનિયર CDM, DCM, ACM સહિતની ઓફિસોમાં પાણી ભરાયા હતા.

ભારે વરસાદે કોર્પોરેશનની ખોલી પોલ

વડોદરામાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં મજૂર વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મજુરવર્ગના લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરબાર છોડીને પરિવાર સાથે અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે. એક જ દિવસમાં વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે. આ ઉપરાંત વાહનો બગડી જતાં લોકોએ ડીવાઈડર પર તેમજ રસ્તાની બાજુમાં મૂકીને જવા મજબૂર થયા હતા.

એમ્બ્યુલન્સ-પોલીસવાન અટવાઇ

વડોદરામાં ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં રસ્તા જળ બંબાકાર થયો છે. આ વરસાદથી પોલીસ પણ બચી શહી ન હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા પોલીસ વાન અટવાઈ હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ આનાથી અછુતી રહી શકી ન હતી. કેડ સમા પાણીમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ઉતારી હતી. પોલીસ દ્વારા પાણીમાં ચાલીને જઈ રહેલા લોકોને ટ્રેકટરમાં બેસાડીને બહાર લઈ જવાયા હતા.