Vadodaraમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત, નામાંકિત હોટલને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત છે. છેલ્લા 48 કલાકમાં બે સ્કૂલ બાદ હવે એક નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળતા શહેરની પોલીસ, બૉમ્બ સ્કોડ સાથે દોડતી થઈ છે. જોકે તપાસ દરમ્યાન કોઈ પણ વાંધાઝનક વસ્તુઓ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતા.
હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ
આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ લોર્ડ્સ રિવાઈવલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. તેથી આ અંગે હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલના પગલે સયાજીગંજ પોલીસ સહિત બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હોટલ લોર્ડ્સ રિવાઈવલને બોમ્બથી ઉડાવવાની ધમકી
તમને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં અગાઉ પણ સ્કૂલને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી હોટલને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે.
What's Your Reaction?






