Vadodaraમાં તંત્રની ઘોર બેદરકારી: ગાજરવાડી રોડ પર રેતી ભરેલું ટ્રેક્ટર રસ્તામાં ખૂપ્યું

Mar 30, 2026 - 20:30
Vadodaraમાં તંત્રની ઘોર બેદરકારી: ગાજરવાડી રોડ પર રેતી ભરેલું ટ્રેક્ટર રસ્તામાં ખૂપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંસ્કારી નગરી વડોદરામાં પ્રી-મોન્સૂન કામગીરી અને લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓ હવે વાહનચાલકો માટે આફત બની રહ્યા છે. શહેરના ગાજરવાડી રોડ પર આજે એક રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક માર્ગમાં ખૂપી જતાં અફરાતફરી મચી ગઈ હતી. તંત્ર દ્વારા ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા આ ઘટના બની હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ગાજરવાડી રોડ ખાતે રેતી ભરેલું ટ્રેકટર ફસાયું

ગાજરવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલું ભારે માત્રામાં રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક રસ્તામાં ફસાઈ ગયું હતું. ટ્રેક્ટરના પૈડા જમીનમાં એટલી હદે ખૂપી ગયા હતા કે તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, ટ્રેક્ટર પલટી ન ખાતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખાડા ખોદયા બાદ યોગ્ય પુરાણ ન થતા હાલાકી

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાલિકા કે ગેસ કંપની દ્વારા લાઈનો નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવે છે, પરંતુ કામ પૂરું થયા બાદ ખાડાઓનું યોગ્ય લેવલિંગ કે પુરાણ કરવામાં આવતું નથી. ઉપરછલ્લી માટી નાખીને કામ પતાવી દેવાતા ભારે વાહન પસાર થતી વખતે જમીન બેસી જાય છે. વડોદરાના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓ વકરી રહી છે, ત્યારે તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0