Vadodaraમાં જેટકોમાં કૌભાંડ, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના ભાજપના મંત્રીએ લગાવ્યો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ખાણ ખનીજ વિભાગના લાંચિયા અધિકારી બાદ વધુ જેટકો અધિકારીઓને લઈને વિવાદ સામે આવ્યો છે. જેટકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો જૂનાગઢ યુવા ભાજપના મંત્રી રિધમ ગોસ્વામીએ આરોપ લગાવતા સનસનાટી મચી જવા પામી છે. ભાજપના મંત્રીનો આરોપ છે કે જેટકોમાં ત્રણ મોટા અધિકારી પોતાના મનસ્વીવલણ મુજબ કામ કરી રહ્યા છે. આ અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ ચાલી રહી છે છતાં મેનેજમેન્ટ તેમના પર કેમ ઓળઘોળ છે તે બાબત વધુ આશ્ચર્યજનક છે.
જેટકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
શહેરમાં આજે એકબાજુ કાળાડીબાંગ વાદળો ઘેરાયેલ છે. અને વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે અને પીક અવર્સમાં વાહનચાલકો વરસાદી પાણીમાં ભીંજાયા છે. દરમિયાન જેટકોમાં ભ્રષ્ટાચારનો વરસાદ પણ અટકવાનું નામ લેતો નથી. જેટકોમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ભાજપ મંત્રી રિધમ ગોસ્વામીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઉર્જામંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચતીમાં રિધમ ગોસ્વામીએ જણાવ્યું કે જેટકોમાં શિવાલાલ કાંજીયા, આરબી લાખનોતરા અને કાર્યાપાલક ઈજનેર એચ એસ પટેલ મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ ત્રણેય અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર મામલે વિજીલન્સ તપાસ ચાલે છે.
કેમ આવા લોકોને છાવરવામાં આવે છે
વધુમાં તેમણે કહ્યું કે મેનેજમેન્ટ કેમ આવા લોકોને છાવરે છે તે સમજાતું નથી. વિજીલન્સ તપાસ ચાલે છે છતાં મેનેજીંગ ડાયરેક્ટરે કાનજીયા સાહેબને પ્રમોશન આપ્યું અને રાજકોટથીવડોદરા બદલીકરવામાં આવી. આવા લોકો પોતાના કાકા-બાપાના ભાઈઓ અને વહાલાં-દવાલાને ટેન્ડરો અપાવી પૈસા લે છે. જો આ લોકોની મિલકતની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે.
લાંચિયા અધિકારી ઝડપાયા
હાલમાં વડોદરામાં ખાણ ખનીજ વિભાગમાં રેતીના સ્ટોક મામલે 2 અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે રેતીનો સ્ટોક કરવા માટે જ્યારે મંજૂરી માગવામાં આવી ત્યારે ખાણ-ખનીજ વિભાગ કચેરીના વર્ગ - 2 ઇન્ચાર્જ કમલેશકુમાર મિસ્ત્રી અને કોન્ટ્રાક્ટ પર કામ કરતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરતાં છટકું ગોઠવી બંને લાંચિયા અધિકારીની અટકાયત કરવામાં આવી હતી.
What's Your Reaction?






