Vadodaraની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 5 વિદ્યાર્થી સસ્પેન્ડ, 6 મહિના હોસ્ટેલમાંથી રસ્ટિકેટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ સામે આવતા શૈક્ષણિક આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં ABVP મેદાનમાં આવ્યું હતું અને કાર્યકરોએ મેડિકલ કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરીને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી હતી. ABVP દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મેડિકલ કોલેજના ડીન ડો. વિશાલા પંડ્યાને આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી હતી. રેગિંગ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ગોત્રી મેડિકલ કોલેજના 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સાથે જ પાંચેય વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો આદેશ અપાયો છે.
રાજકોટની PDU મેડિકલ કોલેજમાં પણ 14 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. ગોત્રીની ઘટનાની સાથે રાજકોટની PDU મેડિકલ કોલેજમાં પણ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે 14 વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવા પ્રવેશ મેળવતા જુનિયર વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક રીતે હેરાન કરવાની પ્રવૃત્તિને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કેમ્પસમાં ભયમુક્ત અને શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી ત્વરિત અને કડક નિર્ણય
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ વહીવટીતંત્ર અને કોલેજ મેનેજમેન્ટ દ્વારા રેગિંગના મામલામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રેગિંગ એક અમાનવીય કૃત્ય છે અને તેને કોઈપણ સંજોગોમાં બિલકુલ ચલાવી નહીં લેવાય. સરકારની કડક નીતિ અને ત્વરિત પગલાંને કારણે રેગિંગ જેવી ગેરશિસ્ત આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News : વગર વરસાદે 'સ્માર્ટ' સિટીની પોલ ખુલી, ઓઢવ રિંગ રોડ પર પડ્યો મસમોટો ભૂવો, તંત્રની 'બેરીકેટિંગ' નીતિથી પ્રજા પરેશાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

