Vadodaraના ગોત્રીમાં હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ, અકોટા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Aug 6, 2026 - 01:00
Vadodaraના ગોત્રીમાં હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ, અકોટા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે અકોટા પોલીસે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અકોટા ગાર્ડન પાછળના ભાગમાં પોલીસે બાતમીના આધારે સફળ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા પ્રતિબંધિત અને અત્યંત નશાકારક એવો અંદાજે 108 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આરોપી ઋષભ સુનિલ શાહ કાર સાથે ઝડપાયો

પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઋષભ સુનિલ શાહ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આ પ્રતિબંધિત નશાકારક પદાર્થ વેચાણ કે હેરાફેરી માટે પોતાની લક્ઝુરિયસ કારમાં બેસીને આવ્યો હતો. અકોટા પોલીસે સ્થળ પરથી આરોપીની કાર અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો એમ બંને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરી

પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો છે. આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે કોને વેચવાનો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે તે તમામ દિશામાં અકોટા પોલીસે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara News : મકરપુરામાં બેફામ કારચાલકનો આતંક, પોલીસ સ્ટેશન સામે જ સર્જ્યો અકસ્માત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0