Vadodaraના Padraમાં ઝાડા-ઉલટીના કેસો વધ્યા,3 દિવસમાં 50 દર્દીઓને દાખલ કરાયા

વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો 3 દિવસમાં 50 દર્દીઓ દવાખાનામાં દાખલ થયા બાળકો, મહિલાઓ સહિત અનેક સારવાર હેઠળ વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.3 દિવસમાં 50 દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.કોલેરાના 3 શંકાસ્પદ કેસ વડોદરા ખાતે ખસેડાયા છે.હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સારવાર લઈ રહ્યાં છે.બીજી તરફ તંત્ર પણ રોગચાળા પર જલ્દીથી કાબુ મેળવે તે જરૂરી બન્યું છે.પાણી ગંદુ આવે તો તેને સ્વચ્છ કરવા આટલુ કરો ચોમાસામાં પીવાનું પાણી જો ડહોળું આવે તો 20 લિટર પાણીમાં ફટકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને ચાર વખત હલાવી પાણીને અડધો કલાક રાખવું. તેમાંથી પાણીમાં રહેલો ડહોળાશ નીચે બેસી જાય છે. ત્યારબાદ ઉપરનું પાણી નિતારી તેને ગાળીને ક્લોરીનની એક ટેબલેટ નાખીને પીવા માટે ઉપયોગમાં લેવું. તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં જણાવાયું છે. ડેન્ગયુના કેસો પણ વધ્યા વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં મચ્છર અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે. વર્ષ 2023ના સાપેક્ષમાં ચાલુ વર્ષે જૂલાઈના પહેલા સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં 56 ટકા અને ચિકનગુનિયાના કેસોમાં 57.9 ટકા વધ્યા છે. ગોધરામાં ડેન્ગ્યુના દર્દીનું મૃત્યુ થયુ છે.આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે ચોમાસામાં સ્વચ્છતા જાળવવા તેમજ શુધ્ધ અને સંતુલિત આહાર લેવા નાગરીકોને અપીલ કરી છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાના વહિવટી તંત્રને મચ્છર અને પાણી જન્ય રોગચાળાને રોકવા સૂચવાયેલી માગદર્શિકા મુજબ એક્શન લેવા સૂચવાયુ છે.ચિકનગુનિયાના કેસો પણ વધ્યા રાજ્યમાં આ સપ્તાહે ડેન્ગ્યૂના 936 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં 242 હોવાનું જાણવા મળ્યુ છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ વડોદરામાં 155 કેસ મળ્યા છે. ગતવર્ષે આ સમય દરમિયાન 37,523 ટેસ્ટમાંથી 600 કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયુ હતુ. આ વર્ષે 57,548ના ટેસ્ટમાંથી 936 કેસ મળ્યા છે. જે 56 ટકાનો ઉછાળો સુચવે છે. અલબત્ત ડેન્ગ્યૂની જેમ જ મચ્છર જન્ય મેલેરિયાના કેસમાં 8.90 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં મેલેરિયાના 848 કેસ છે. જેમાંથી માત્ર સુરત શહેરમાં 200 કેસ છે. બદલાયેલા વાતાવરણમાં ચિકનગુનિયાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે.

Vadodaraના Padraમાં ઝાડા-ઉલટીના કેસો વધ્યા,3 દિવસમાં 50 દર્દીઓને દાખલ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો
  • 3 દિવસમાં 50 દર્દીઓ દવાખાનામાં દાખલ થયા
  • બાળકો, મહિલાઓ સહિત અનેક સારવાર હેઠળ

વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.3 દિવસમાં 50 દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.કોલેરાના 3 શંકાસ્પદ કેસ વડોદરા ખાતે ખસેડાયા છે.હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સારવાર લઈ રહ્યાં છે.બીજી તરફ તંત્ર પણ રોગચાળા પર જલ્દીથી કાબુ મેળવે તે જરૂરી બન્યું છે.

પાણી ગંદુ આવે તો તેને સ્વચ્છ કરવા આટલુ કરો

ચોમાસામાં પીવાનું પાણી જો ડહોળું આવે તો 20 લિટર પાણીમાં ફટકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને ચાર વખત હલાવી પાણીને અડધો કલાક રાખવું. તેમાંથી પાણીમાં રહેલો ડહોળાશ નીચે બેસી જાય છે. ત્યારબાદ ઉપરનું પાણી નિતારી તેને ગાળીને ક્લોરીનની એક ટેબલેટ નાખીને પીવા માટે ઉપયોગમાં લેવું. તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં જણાવાયું છે.

ડેન્ગયુના કેસો પણ વધ્યા

વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં મચ્છર અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે. વર્ષ 2023ના સાપેક્ષમાં ચાલુ વર્ષે જૂલાઈના પહેલા સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં 56 ટકા અને ચિકનગુનિયાના કેસોમાં 57.9 ટકા વધ્યા છે. ગોધરામાં ડેન્ગ્યુના દર્દીનું મૃત્યુ થયુ છે.આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે ચોમાસામાં સ્વચ્છતા જાળવવા તેમજ શુધ્ધ અને સંતુલિત આહાર લેવા નાગરીકોને અપીલ કરી છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાના વહિવટી તંત્રને મચ્છર અને પાણી જન્ય રોગચાળાને રોકવા સૂચવાયેલી માગદર્શિકા મુજબ એક્શન લેવા સૂચવાયુ છે.

ચિકનગુનિયાના કેસો પણ વધ્યા

રાજ્યમાં આ સપ્તાહે ડેન્ગ્યૂના 936 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં 242 હોવાનું જાણવા મળ્યુ છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ વડોદરામાં 155 કેસ મળ્યા છે. ગતવર્ષે આ સમય દરમિયાન 37,523 ટેસ્ટમાંથી 600 કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયુ હતુ. આ વર્ષે 57,548ના ટેસ્ટમાંથી 936 કેસ મળ્યા છે. જે 56 ટકાનો ઉછાળો સુચવે છે. અલબત્ત ડેન્ગ્યૂની જેમ જ મચ્છર જન્ય મેલેરિયાના કેસમાં 8.90 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં મેલેરિયાના 848 કેસ છે. જેમાંથી માત્ર સુરત શહેરમાં 200 કેસ છે. બદલાયેલા વાતાવરણમાં ચિકનગુનિયાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે.