Vadodara:તત્વાર્થ સૂત્રનું વાચન કરાયું, નાનો નિયમ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે

Aug 29, 2025 - 03:00
Vadodara:તત્વાર્થ સૂત્રનું વાચન કરાયું, નાનો નિયમ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિગંબર જૈન દશલક્ષ્ણી પર્યુષણ પર્વના બીજા દિવસે શ્રાવક-શ્રાવિકાઓને અહંકાર નહિં કરવા(ઉત્તમ માર્દવ ધર્મ) સલાહ આપવામાં આવશે. 10 દિવસના પર્યુષણ પર્વે સાધુ ભગવંતો ધર્મની પ્રભાવના કરશે. જે અનુસાર ભક્તો ભક્તિ કરશે.

શહેરના વાડી વિસ્તારમાં સૈકાઓ જૂના આદિનાથ દિગંબર જૈન મંદિરમાં દશલક્ષ્ણી પર્યુષણ પર્વે ઉલ્લેખાયું હતું કે માણસને ધન, શરીર, રૂપ, જ્ઞાન, પૂજા, પ્રતિષ્ઠા, પિતા, શક્તિ અને તપનો અહંકાર હોય છે જે ઉત્તમ માર્દવ કહેવાય છે. ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. જે માનના અભાવરૂપ શાંતિ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય તેને પણ માર્દવ કહેવામાં આવે છે. માણસને જીવનમાં એક નાનો સરખો નિયમ મોક્ષ માર્ગની ગતિ કરાવે છે. શ્રી વાડી(આદિનાથ) દિગંબર જૈન મંદિરના પ્રમુખ કીર્તિભાઇ એમ શાહ અને દિલીપભાઇ આર શાહે વધુમાં ઉલ્લેખ્યું હતું કે માણસે જીવનપર્યંત નમ્રતા રાખવી જોઇએ. વિશ્વભરમાં કોઇનો અહંકાર રહ્યો નથી અને રહેશે નહિં, અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો ન હતો. શહેરના સમા-સાવલીરોડ સન્મતિપાર્ક ખાતે ભગવાન શ્રી આદિનાથ ચૈત્યાલયમાં દશલક્ષ્ણી પર્યુષણના પ્રથમ દિવસે વિધાન કરાયું હતું. સમાજના અગ્રણી રાકેશ બી જૈને ઉમેર્યું હતું કે સવારે દશાંગ ધૂપ થકી યજ્ઞ કરાયો હતો. તદુપરાંત દેવશાસ્ત્ર, પંચમેરૂ, દશલક્ષ્ણી, સોલા કારણ, નંદીશ્વર દીપ અને 24 તીર્થંકર સહિત પૂજા-અર્ચન-ભક્તિનો દોર જારી રહ્યો હતો. મમતાબેન શાહે(જૈન) વધુમાં ઉલ્લેખ્યું હતું કે શહેર-જિલ્લાના 16 મંદિરોમાં હજારો ભક્તોએ તત્વાર્થ સૂત્રનું વાચન કર્યું હતું. જ્યારે, સાંજે સામાયિક-પ્રતિક્રમણ કર્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0